ભારતીય સૈન્ય દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ બાદ નવાઝ શરીફે પાકિસ્તાની સૈન્ય દ્વારા થયેલા હુમલાઓનું સુપરવિઝન કર્યું હોવાનો દાવો થયો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંત્રીએ દાવો કર્યો છે કે, પાકિસ્તાનના શાસક પક્ષ પીએમએલ-એનના વડા અને ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે ભારત સામે પાકિસ્તાની સૈન્ય કાર્યવાહીની રૂપરેખા તૈયાર કરી હતી. ભારત સાથે તણાવ ઘટાડવા અને વાટાઘાટોને સફળ બનાવવામાં પણ નવાઝ શરીફે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો થઈ રહ્યો છે. નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ હાલ પાકિસ્તાનના વડાપ્રધાન છે.

LEAVE A REPLY