ભારતનું ફોરેક્સ રીઝર્વ 23 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન $6.999 બિલિયન વધીને $699.791 બિલિયન થયું હોવાનું રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું. 16 મેના રોજ પૂરા થયેલા અગાઉના રીપોર્ટિંગ સપ્તાહમાં, કુલ રીઝર્વ $4.888 બિલિયન ઘટીને $685.799 બિલિયન થયું હતું. સપ્ટેમ્બર 2025ના અંતે ફોરેક્સ રીઝર્વ $704.885 બિલિયનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. અનામતનો મુખ્ય ઘટક વિદેશી ચલણ સંપત્તિ $4.516 મિલિયન વધીને $586.167 બિલિયન થયો હતો. સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર $2.366 બિલિયન વધીને $83.582 બિલિયન થયો છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ $810 લાખ વધીને $18.571 બિલિયન થયો હતો. રિપોર્ટિંગ સપ્તાહમાં IMF સાથે ભારતની રીઝર્વ સ્થિતિ પણ $30 મિલિયન વધીને $4.401 બિલિયન થઈ છે.
