ભારતીય રીઝર્વ બેંકે જણાવ્યું હતું કે 29 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રીઝર્વ 3.51 બિલિયન ડોલર વધીને 694.23 બિલિયન ડોલર થયો છે. અગાઉના સપ્તાહમાં કુલ રીઝર્વ 4.386 બિલિયન ડોલર ઘટીને 690.72 બિલિયન ડોલર થયું હતું. 29 ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ 1.686 બિલિયન ડોલર વધીને 583.937 બિલિયન ડોલર થઈ હતી. ગોલ્ડ રીઝર્વ 1.766 બિલિયન ડોલર વધીને 86.769 બિલિયન ડોલર થયું હતું. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 4.0 કરોડ ડોલર વધીને 18.775 બિલિયન ડોલર થયું હતું. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં ભારતનું રીઝર્વ 1.8 કરોડ ડોલર વધીને 4.749 બિલિયન ડોલર થયું હતું.
