ANI Photo)
ગૂગલ પર 2023ના વર્ષ દરમિયાન સૌથી વધુ સર્ચ થયેલી વ્યક્તિની યાદી જાહેર થઇ છે. 2023ના સર્ચ લિસ્ટમાં ગૂગલના ટોપ-10માં ભારતીય અભિનેતાઓ અને ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં બોલીવૂડની અભિનેત્રી કિયારા અડવાણી અને ફિલ્મમાં જવાનનો સમાવેશ થાય છે.
આ યાદી મુજબ, કેટલાક ભારતીય નામ વૈશ્વિક સ્તરે છવાયેલા છે. ગ્લોબલ લેવલે સૌથી વધુ સર્ચ થયેલા એક્ટર્સમાં કિયારાનો નવમો નંબર છે, જ્યારે ભારતમાં સૌથી વધુ સર્ચ કિયારા માટે થઈ હતી. એવી જ રીતે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને ટોપ 10 ફિલ્મોમાં ત્રીજું સ્થાન મળ્યું છે અને ભારતમાં સૌથી વધુ સર્ચ આ ફિલ્મ માટે થઈ હતી.
ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયેલા 10 એક્ટર્સની યાદીમાં જેરેમે રેનર, જેન્ના ઓર્ટેગા, ઈશિકાવા એનોસુક, ડેની માસ્ટરસન, પેડ્રો પાસ્કલ, જેમી ફોક્સ, બ્રેન્જન ફ્રાસર, રસેલ બ્રાન્ડ, કિયારા અડવાણી અને મેટ રાઈફનો સમાવેશ થાય છે.
ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી 10 ફિલ્મોમાં ત્રણ ભારતીય ફિલ્મોનો સમાવેશ થાય છે. ટોપ 10ના લિસ્ટમાં જવાન, પઠાણ અને ગદર 2નો સમાવેશ થાય છે.
જેમાં ત્રીજા નંબરે જવાન, આઠમા નંબરે ગદર 2 અને 10મા નંબરે પઠાણ આવે છે. ગૂગલની ટોપ-10 યાદીમં પહેલા નંબરે બાર્બી ફિલ્મ છે. ત્યારપછી ઓપનહાઈમર, જવાન, સાઉન્ડ ઓફ ફ્રિડમ, જોન વિકઃચેપ્ટર 4, અવતારઃ ધ વે ઓફ વોટર, એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ, ગદર 2, ક્રીડ 3 અને પઠાણનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

nineteen − five =