File photo REUTERS/Amir Cohen

દક્ષિણ આફ્રિકાની અરજીને પગલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ શુક્રવારે ગાઝામાં નરસંહાર રોકવાનો ઇઝરાયેલને આદેશ આપ્યો હતો. જોકે ICJએ યુદ્ધવિરામ અંગે કોઈ આદેશ આપ્યો નથી, તેથી દક્ષિણ આફ્રિકાના પ્રયાસોને ફટકો પડ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ માત્ર યુદ્ધવિરામની માંગ કરી હતી. ઇન્ટરનેશનલ કોર્ટ આ મામલે સહમતી સધાઈ ન ન હતી. યુદ્ધવિરામનો આદેશ આપ્યો ન હોવાથી પેલેસ્ટાઇનના લોકો પણ નિરાશ થયા હતા, બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામનો આદેશ ન આપવાના આઇસીજેના નિર્ણયનું સ્વાગત કર્યું, પરંતુ નરસંહારના દાવાને આક્રોશજનક ગણાવીને નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે ઇઝરાયેલ પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખશે.

ICJએ ઇઝરાયલને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનોની નરસંહાર રોકવા અને હુમલામાં અત્યાર સુધી થયેલા મૃત્યુની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ઈઝરાયલે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેની સેના ગાઝામાં નરસંહાર ન કરે અને માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુધારાવાદી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ICJએ ઈઝરાયેલને એક મહિનામાં રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાની અરજીને કોલંબિયા અને બ્રાઝિલે પણ સમર્થન આપ્યું હતું. આ અરજીમાં જણાવાયું હતું કે ઈઝરાયેલ જીનીવા સંમેલન હેઠળની તેની ફરજોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઈઝ ઈનાસિલો લુલા દા સિલ્વાએ પણ કહ્યું કે ઈઝરાયેલ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

ICJમાં 17 જજો આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેમાંથી મોટાભાગના જજોએ કહ્યું હતું કે પેલેસ્ટિનિયન લોકોને શારીરિક અને માનસિક નુકસાન ન થાય તેવા પ્રયાસો ઇઝરાયેલે ન કરવા જોઇએ. જોકે આ ICJનો આ અંતિમ નિર્ણય નથી. વધુ ICJના આદેશોને લાગુ કરવાનો સવાલ છે ત્યાં સુધી તેને લાગુ કરવાની હાલમાં કોઇ સિસ્ટમ નથી. આવી સ્થિતિમાં ઘણી વખત ઇન્ટરનેશનલ કોર્ટના આદેશ માત્ર કાગળ પર જ રહી જાય છે.

આ આદેશ અંગે પ્રતિક્રિયા આપતાં યુરોપિયન યુનિયનએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના આદેશો પક્ષકારો માટે બંધનકર્તા છે અને તેઓએ તેનું પાલન કરવું જોઈએ.યુરોપિયન યુનિયન તેમના સંપૂર્ણ, તાત્કાલિક અને અસરકારક અમલની અપેક્ષા રાખે છે

LEAVE A REPLY

nine − 4 =