વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપશે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા રાષ્ટ્ર માટે એક ઐતિહાસિક દિવસ બની રહેશે.

વડાપ્રધાન મોદીએ એક્સ (ટ્વીટર) પર એક પોસ્ટમાં કહ્યું હતું કે હું ખૂબ જ આશીર્વાદ અનુભવું છું. આ મારું સદભાગ્ય છે. હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ. આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. તાજેતરમાં જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેઓએ મને શ્રી રામ મંદિરના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ચંપત રાયે પુષ્ટિ કરી હતી કે કે 22 જાન્યુઆરીએ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અને પીએમ મોદીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું છે. ટ્રસ્ટ 136 સનાતન પરંપરાઓના 25,000થી વધુ હિંદુ ધાર્મિક નેતાઓને અભિષેક સમારોહ માટે આમંત્રિત કરશે. અભિષેક સમારોહમાં 25,000 સંતો ઉપરાંત 10,000 “વિશેષ અતિથિઓ” પણ હાજર રહેશે.

સુપ્રીમ કોર્ટના નવેમ્બર 2019ના એક ચુકાદાને પગલે રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સરકારે આ પછી મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રની સ્થાપના કરી હતી. ટ્રસ્ટની દેખરેખ હેઠળ મંદિરનું નિર્માણકાર્ય  ચાલી રહ્યું છે. રામ લલ્લાની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે. વડાપ્રધાન મોદીએ 5 ઓગસ્ટ, 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

LEAVE A REPLY

2 × two =