મુંબઈમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસીઝને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ IPLમાં મુંબઈની મેચીઝ એક જ સ્થળે નહીં પણ ચારથી પાંચ સ્ટેડિયમમાં યોજાય તેવું વિચારે છે. આ માટે મુંબઈમાં ચાર સ્ટેડિયમો વાનખેડે, બ્રેબોર્ન, ડીવાય પાટિલ અને રિલાયન્સ સ્ટેડિયમ માટે ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત IPLની ફાઇનલ મેચ અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજી શકાય તેવું પણ બોર્ડ વિચારે છે.
મુંબઈ જેવા શહેરમાં કોરોનાના કેસ વધ્યા હોવાથી એક જ સ્થળે IPLની મેચ યોજવાનો નિર્ણય યોગ્ય નથી. આ ઉપરાંત કોલકાતા, હૈદરાબાદ અને બેંગ્લુરુ જેવા શહેરો મેચના આયોજન માટે તૈયાર છે. અમદાવાદમાં પણ પ્લે ઓફ અને IPLની ફાઇનલ મેચ યોજાઈ શકે છે, તેમ બોર્ડના સૂત્રો જણાવ્યું હતું.
IPLની શરૂઆત એપ્રિલના બીજા સપ્તાહથી થશે. ગયા વર્ષે કોરોનાના લીધે આ ટુર્નામેન્ટ યુએઇમાં યોજાઇ હતી. મુંબઈમાં જ એક જ દિવસમાં કોવિડ-19ના 1100 કેસ નોંધાયા હતા.