IPL 2022ની ક્વોલિફાયર 2 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટે હરાવીને રાજસ્થાન રોયલ્સે ફાઇનલ મેચમાં સ્થાન મેળવ્યું છે. બેંગલોર તરફથી જીતવા માટેના 158 રનના લક્ષ્યનો પીછો કરતા જયસ્વાલ અને બટલરે પાવર-પ્લે ઓવરોમાં શાનદાર શરૂઆત કરી હતી. જયસ્વાલ જલદી આઉટ થઈ ગયો હતો, પરંતુ બટલરની તોફાન ઈનિંગ જોવા મળી હતી. જોસ બટલરે 60 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા અને આ મેચ સંપૂર્ણપણે બટલરના નામે રહી હતી. આ સાથે રાજસ્થાને માત્ર 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવ્યા હતા, પરંતુ પિચને જોતા રાજસ્થાન માટે આ સ્કોર ઘણો નાનો સાબિત થયો હતો. બટલરની તોફાની સદીએ 158 રનના લક્ષ્યાંકને સરળ અને એકતરફી બનાવી દીધું હતું.