પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઇરાનમાં મંગળવારે એક મોટા સાઇબરએટેકમાં દેશના તમામ ગેસ સ્ટેશનનો ઠપ થઈ ગયા હતા. ઇંધણ સબસિડીનું સંચાલન કરતી સરકારી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી અને ગેસ સ્ટેશનનો પર વાહનોની લાંબી લાઇન થઈ હતી. તેનાથી વાહનોચાલકોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો.

આ હુમલા માટે કોઇ જૂથે તાકીદે જવાબદારી લીધી ન હતી. જોકે તે અગાઉના મહિનાઓના હુમલા જેવો છે. અગાઉના હુમલામાં ઇરાનના સુપ્રીમ નેતા આયોતોલ્લાહ અલી ખામેનીને સીધી રીતે પડકાર ફેંકવામાં આવ્યો હતો. ઇરાન હાલમાં અમેરિકાના પ્રતિબંધોને કારણે આર્થિક મુશ્કેલીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે.

સરકારી ટીવીએ જણાવ્યું હતું કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના અધિકારીને સાઇબરહુમલાને પુષ્ટી આપી છે. આ પછી ટીવી પર તહેરાનમાં ઇંધણ મેળવવા માટે કારની લાંબી લાઇનોની તસવીર પ્રસારિત કરવામાં આવી હતી. તહેરાનાના ગેસ સ્ટેશનનો ઠપ થઈ ગયા હતા અને તેને બંધ કરવાની ફરજ પડી હતી.

સરકારી ટીવીએ જણાવ્યું હતું કે ઓઇલ મંત્રાલયના અધિકારીઓએ ટેકનિકલ સમસ્યાના ઉકેલ માટે ઇમર્જન્સી બેઠક યોજી રહ્યાં છે.ઇરાનની અર્ધસરકારી ન્યૂઝ એજન્સી ISNAએ જણાવ્યું હતું કે સરકારે જારી કરેલા કાર્ડ મારફત ઇંધણ ખરીદવાનો પ્રયાસ કરનારા લોકોને “સાઇબરએટેક 64411.” એવું લખેલા મેસેજ મળતા હતા. ઇરાનમાં આર્થિક મુશ્કેલી વચ્ચે મોટા ભાગના લોકો તેમના વાહનમાં ઇંધણ માટે આવી સરકારી સબસિડી પર નિર્ભર છે.
આ આંકડો ખામેનીની ઓફિસ મારફત ચાલતી હોટલાઇન સાથે સંકળાયેલો છે. ખામેની ઇસ્લામિક કાયદા અંગેના પ્રશ્નોના જવાબ આપવા આ હોટલાઇનનો ઉપયોગ કરે છે.

ફારસી ભાષાની વિદેશી સેટેલાઇટ ચેનલમાં એક વીડિયો પ્રસારિત કરાયો હતો, જે ઇરાનના એક મોટા શહેર ઇસફહાનનો હતો. તેમાં એક ઇલેક્ટ્રોનિક બિલબોર્ડ દેખાય છે, જેના પર લખ્યું છે કે ખામૈની, ગેસ ક્યા છે. બીજી એક બિલબોર્ડમાં લખ્યું હતું કે ફ્રી ગેસ ઇન જામરાન ગેસ સ્ટેશન. જામરાન ઇરાનના સ્વ. સુપ્રીમ નેતા આયોતોલ્લાહ રુહોલ્લાહ ખામેનું વતન છે.અગાઉ જુલાઈમાં 64111 નંબર સાથે રેલરોડ સિસ્ટમ પર હુમલો થયો હતો.