ઇઝરાયલના હુમલા પછી ઈરાને વળતા હુમલા કરવાનું શરૂ કર્યું હતું. હુમલાના પ્રથમ તબક્કામાં ઇઝરાયેલના અનેક વ્યૂહાત્મક સ્થાનોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યાં હતાં. ઇસ્લામિક રીવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ આ ઓપરેશનની પુષ્ટિ કરી હતી. ઇરાને ઇઝરાયેલમાં બે વારમાં આશરે 150 બેલેસ્ટિક મિસાઇલોથી પ્રહાર કર્યો હતો. આ હુમલામાં ઇઝરાયેલનાં અનેક શહેરોમાં ધડાકા થયા અને તેલ અવિવમાં ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે. ઈરાનની લગભગ 150 જેટલી મિસાઈલથી ઈઝરાયલ ધણધણી ઉઠ્યું હતું. તહેરાન ટાઈમ્સના રીપોર્ટ મુજબ ઈરાન દ્વારા આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3’ નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.
IRGSએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ઇઝરાયલે કરેલા હુમલાના જવાબમાં ઈરાને સશક્ત અને નિર્ધારિત કાર્યવાહી કરી છે. ઈરાનના સુપ્રીમ લીડર ખોમિનીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, ઈરાનના લોકો અમારી સાથે છે. ઈરાની સેના ઇઝરાયલ સામે વિજય મેળવશે.
બીજી તરફ ઇઝરાયલની સેનાએ પણ ઈરાનના હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે અમે મિસાઇલોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. નવી સૂચના ન મળે ત્યાં સુધી ઇઝરાયલના તમામ નાગરિકોને સુરક્ષિત સ્થાન પર આશ્રય લેવા જણાવવામાં આવ્યું છે. આ હુમલાની ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે.
