(ANI Photo)

ગૌશાળાઓમાં ગાયોની જાળવણી અંગે સવાલ ઉઠાવવવા બદલ ઇસ્કોને ભાજપના સાંસદ મેનકા ગાંધીને ₹100 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે. ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ રાધરમ્ન દાસે એક નિવેદનમાં શુક્રવારે જણાવ્યું હતું કે આજે અમે ઇસ્કોન સામે સંપૂર્ણ પણ પાયાવિહોણા આરોપો લગાવવા બદલ મેનકા ગાંધીને ₹100 કરોડની બદનક્ષીની નોટિસ મોકલી છે. ઇસ્કોનના ભક્તો, સમર્થકો અને શુભેચ્છકોનો વિશ્વવ્યાપી સમુદાય આવા આક્ષેપોથી ખૂબ જ વ્યથિત બન્યો છે.

અગાઉ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ બન્યો હતો, તેમાં તેઓ એવું કહેતા સંભળાય છે કે ઇસ્કોન દેશની સૌથી મોટી ઠગ છે અને તે તેની ગૌશાળામાંથી ગાયો કસાઇઓને વેચે છે. જોકે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)એ આ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢી તેને અપ્રમાણિત અને ખોટા ગણાવ્યાં હતાં. મેનકા ગાંધી પ્રાણીઓના અધિકાર માટે લડતા એક જાણીતા કાર્યકર પણ છે. રાષ્ટ્રીય જનતા દળ (RLD)ના રાષ્ટ્રીય પ્રચાર પ્રભારી પ્રશાંત કનોજિયાએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે ઇસ્કોન ગૌશાળાઓની સ્થાપના કરે છે અને સરકાર તરફથી વિશાળ જમીનોના સ્વરૂપમાં અમર્યાદિત લાભો મેળવે છે. ઇસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચે છે અને તેમના કરતાં બીજુ કોઇ આવા કામો વધુ કરતું નથી. તેઓ એવા લોકો છે, જેઓ ‘હરે રામા હરે કૃષ્ણ’ના નારા લગાવતા રસ્તા પર ફરે છે અને કહે છે કે તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે.

મેનકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે “મેં તાજેતરમાં તેમની અનંતપુર ગૌશાળા (આંધ્રપ્રદેશમાં)ની મુલાકાત લીધી હતી અને ત્યાં એક પણ ગાય સારી હાલતમાં મળી ન હતી… ગૌશાળામાં એક પણ વાછરડું ન હતું, જેનો અર્થ એ છે કે તે તમામ વેચી દેવામાં આવ્યા હતા.”

આવા આક્ષેપોનું ખંડન કરતાં ઇસ્કોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગૌમાંસ મુખ્ય આહાર છે તેવા વિશ્વના ઘણા વિસ્તારોમાં તેને ગૌરક્ષાની પહેલ કરી છે. ભારતમાં ઇસ્કોન સેંકડો પવિત્ર ગાયો અને બળદોનું રક્ષણ કરતી 60થી વધુ ગોશાળાઓ ચલાવે છે અને તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન વ્યક્તિગત સંભાળ રાખે છે. ઇસ્કોનની ગૌશાળાઓમાં ઘણી એવી ગાયો અમે લાવ્યા છે કે જેમને ત્યજી દેવાઈ હતી, ઘાયલ થયેલી હતી અને કતલથી બચાવવામાં આવી હતી.

LEAVE A REPLY

eleven − eight =