Representational image (iStock)

ઇસ્લામોફોબિયાને લગતા ક્રોસ-પાર્ટી ગ્રુપ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે, મુસ્લિમોને લાગે છે કે સ્કોટલેન્ડમાં ઇસ્લામોફોબીઆ વધી રહ્યો છે અને ગ્લાસગોમાં તો આ પ્રમાણ દેશના અન્ય ભાગની તુલનામાં વધુ ગંભીર છે. મુસલમાનોને કરાતા એબ્યુસનું પ્રમાણ સ્કોટિશ સમાજમાં “નિયમિત મુદ્દો” છે. આ સમસ્યા – મુખ્યત્વે શેરીઓ, કામના સ્થળે, શાળા – કોલેજોમાં, રેસ્ટોરંન્ટ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જોવા મળે છે.

સર્વે કરાયેલા 447 મુસ્લિમોમાંથી 83 ટકા લોકોએ જણાવ્યું હતું કે ‘’તેઓ મુખ્યત્વે મૌખિક દુર્વ્યવહારના સ્વરૂપમાં ઇસ્લામોફોબીઆનો “સીધો” અનુભવ કરે છે. 80 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે તેમના મિત્રો અથવા પરિવારના સભ્યો આ દુર્વ્યવહારનો ભોગ બન્યા છે.

આ તારણોએ એ પણ બતાવ્યું છે કે શહેરની બહાર રહેતા 52 ટકાની તુલનામાં, ગ્લાસગોમાં રહેતા 65 ટકા લોકો મૌખિક દુર્વ્યવહારનો અનુભવ કર્યો હતો. ઘણા લોકોએ કહ્યું કે ઇસ્લામોફોબીયાને “સ્કોટ્ટીશ રાજકારણીઓ” દ્વારા કાયમી કરવામાં આવે છે અને તે સ્થાનિક પક્ષોના રાજકારણમાં પણ ફિલ્ટર થઈ ગયું છે; જે ચૂંટણી પ્રચાર પહેલાં અને દરમ્યાન તીવ્ર બને છે.

તપાસનું આયોજન કરનાર સંસદસભ્યોના જૂથના વડા એવા સ્કોટલેન્ડના લેબર નેતા અનસ સરવરે બીબીસી કહ્યું હતું કે, ‘’આ પરિણામોને પગલે આપણે સૈએ શરમ અનુભવવી જોઈએ. આપણે સૈનું સ્વાગત કરતા સહિષ્ણુ દેશ હોવા બદલ ગૌરવ અનુભવીએ છીએ, પરંતુ આપણે કેટલું કામ કરવાનું છે તે સ્પષ્ટ છે. સ્કોટલેન્ડમાં એવા લોકો છે કે જેઓ મૌખિક અથવા શારીરિક હુમલોના ભયથી પોતાનું ઘર છોડતા ડરતા હોય છે. તેઓ તેમના આરોગ્ય અને શિક્ષણ પરના વિનાશક પરિણામોને કારણે પોતાની જાતને જાહેર સેવાઓમાંથી પાછી ખેંચી લે છે અને તેમને લાગે છે કે તેમના પોતાના દેશમાં તેઓ બહારના છે.”

પીટર હોપકિન્સ દ્વારા લખાયેલા આ તપાસ અહેવાલમાં, મુસ્લિમો સહિત, સ્કોટલેન્ડના વિવિધ સમુદાયોમાંથી વધુ અધિકારીઓની પોલીસ દળમાં ભરતી કરવા સરકારના સમર્થનની અને દેશમાં ઇસ્લામોફોબીયા અને જાતિવાદને પડકારતી પહેલ કરતી સંસ્થાઓ અને એજન્સીઓને ભંડોળ પૂરું પાડવાની ભલામણ કરી છે.’’