(Photo by SAM PANTHAKY/AFP

હમાસ સામે ઇઝરાયેલના યુદ્ધને 7 નવેમ્બરે એક મહિનો થયો છે ત્યારે ભારતને આર્થિક લાભ થાય તેવી ગતિવિધિ ઉભરી છે. ઇઝરાયેલે ભારતના એક લાખ કામદારોની ભરતી કરવા માટે એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે, એમ મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતું.

ઈઝરાયેલના બાંધકામ ઉદ્યોગે સરકારને 7 ઓક્ટોબરના હમાસના હુમલા પછી જે 90,000 પેલેસ્ટિનિયનોની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે તેમના સ્થાને 1 લાખ જેટલા ભારતીય કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપવા જણાવ્યું છે.

રીપોર્ટમાં ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમ ફેઈગલિનને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે અત્યારે અમે ભારત સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. અમે ઇઝરાયેલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અને, અમે સમગ્ર સેક્ટરને ચલાવવા અને તેને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ભારતમાંથી 50,000 થી 100,000 કામદારોને જોડવાની આશા રાખીએ છીએ.”

ભારતના વિદેશ મંત્રાલયે આ અહેવાલને લગતા પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. ઇઝરાયેલના બાંધકામ ક્ષેત્રના 25 ટકા કામદારો પેલેસ્ટિનિયન છે. ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં 1400 જેટલા ઇઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા અને ગાઝાનો મૃત્યુઆંક 10 હજારને વટાવી ગયો છે. અત્યાર સુધી બંને તરફથી કુલ 11 હજાર લોકોના મૃત્યુ થયા છે. હમાસે 240 લોકોને બંધક બનાવ્યાં છે.

LEAVE A REPLY

ten + fourteen =