ભારત બહાર વિશ્વભરમાં કોરોનાનો આતંક સતત વધી રહ્યો છે અને વિશ્વમાં હવે ચીનથી પણ સૌથી વધુ અસર ઈટલીમાં દેખાઈ રહી છે જયાં કોરાનાથી મૃત્યુઆંક 1015 થયો છે. આમ તે ચીન બાદ ચાર આંકડામાં મૃત્યુઆંક નોંધાવનાર બીજા નંબરનો દેશ બની ગયો છે અને વિશ્વમાં મૃત્યુઆંક 5020 થયો છે.

વિશ્વમાં કોરોનાના કુલ 1,34,670 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાહેર થયુ છે. ચીનમાં કોરોનાથી મૃત્યુઆંક 3170 નોંધાયા છે અને સ્પેનમાં હવે કોરોના આગળ વધી રહ્યો છે અને હવે અહી મૃત્યુ આંક 86 ફ્રાન્સમાં 61 અને અમેરિકામાં 61 લોકોના કોરાનાના કારણે મૃત્યુ થઈ છે. જયારે દક્ષિણ કોરીયામાં 67 અને ઈરાનમાં 429 લોકોના મોત થયા છે. અમેરિકાએ ન્યુયોર્કમાં 500થી વધુ લોકોને એક જ સ્થળે એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દીધા છે.

હવે કોરાના વાયરસનો પ્રભાવ ખેલકુદમાં પણ પડવા લાગ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી માસનો દ.આફ્રિકામાં વનડે, ટી20 રમવાનો પ્રયાસ પણ રદ કર્યો છે. અમેરિકામાં ડેમોક્રેટીક રીપબ્લીકન પક્ષમાં ચૂંટણીની તૈયારીઓ પર પણ પ્રભાવ પડયો છે અને પ્રમુખ ટ્રમ્પે પણ તેમની ચૂંટણી રેલી રદ કરી છે.