વિશ્વના કોરોના વાયરસ સતત આગળ વધી રહ્યા છે અને ચીન બાદ ઈરાનમાં સૌથી વધુ મોત થયા બાદ હવે ઈટલીમાં કોરોનાનો કહેર વધવા લાગ્યો છે અને આ દેશમાં કોરાનાથી મૃત્યુ આંક 107 થયો છે અને 2089 કોરોના પોઝીટીવ નોંધાયા છે જેથી હવે ઈટલીની સરકારે દેશની તમામ શાળા-કોલેજો બંધ કરી દેવા આદેશ આપ્યો છે તો અમેરિકામાં કોરોનાની મૃત્યુ આંક 11 થયા છે.

અહીના સૌથી ધનાઢય ગણાતા કેલિફોર્નિયામાં એક કોરોના પોઝીટીવ દર્દીનું મૃત્યુ થયું છે. જે હાલમાં જ જાપાનીઝ ક્રુઝમાં વૈશ્વિક પ્રવાસે ગયા હતા. વિશ્વના કુલ 78 દેશમાં કોરોના વાયરસનો આતંક સાઉથ કોરીયા, ચીન બાદ સૌ પ્રથમ કોરોના વાયરસ દેખાયો હતો ત્યાં 145 નવા કેસ નોંધાયા છે અને કુલ 5766 દર્દીઓ છે. જયારે અહી મૃત્યુ આંક 35 નોંધાયા છે. વિશ્વભરમાં કોરોનાના રૂા.3285 નવા કેસ નોંધાયા છે અને હવે કોરોના પોઝીટીવ આંક 95428 થયા છે. જો કે તેમાં 53000થ વધુ લોકો રીકવરી ભરી છે.

ઈટાલીમાં છેલ્લા 24 કલાક કોરોનાની મૃત્યુમાં 28 લોકોનો વધારો થયો છે. હવે ચીન કરતા ઈટલી, દક્ષિણ કોરીયા અને ઈરાન પર કોરોના વધુ કેન્દ્રીત થયા છે. ઈરાનમાં મૃત્યુ આંક 92 થયો છે. બીજી તરફ ચીનમાં કોરોનાના અસરગ્રસ્ત અને મૃત્યુ આંક અંગે સતત ચાઈનીઝ સરકાર આંકડા બદલી રહી છે અને ચીન નવા કેસ ઘટી રહ્યા હોવાનો દાવો કરે છે. અહી મંગળવારે 119 નવા કેસ નોંધાયા હોવાનો દાવો થયો છે જે છ સપ્તાહના સૌથી ઓછા છે. જેમાં હુબેઈમાંજ 115 કેસ છે.