પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇટલીમાં કોરોનાનો મૃત્યુઆંક સોમવારે 100,000ના આંકને વટાવી ગયો હતો. ઇટલી હાલમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ દુઃખદ માઇલસ્ટોન હાંસલ કરનાર ઇટલી વિશ્વનો સાતમો દેશ બન્યો છે. અગાઉ અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો, ભારત, રશિયા અને બ્રિટનમાં કોરોનાથી એક લાખથી વધુ લોકોના મોત થઈ ચુક્યાં છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં 318 લોકોના મોતની સાથે કુલ મૃત્યુઆંક વધીને 100,103 થયો છે. સોમવારે ઇટલીમાં 13,902 કેસ નોંધાયા હતા. રવિવારે 20,765 નવા કેસ નોંધાયા હતા. સામાન્ય રીતે વીકએન્ડમાં ઓછા ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે સોમવારનો આંકડો નીચો રહે છે. અગાઉના સપ્તાહની સરખામણીમાં ગયા સપ્તાહે નવા કેસની સંખ્યામાં 23 ટકાનો ઉછાળો આવ્યો હતો.