Japan tops the list of powerful passports, India ranks 85
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ અંગેના 2024ના હેન્લી પાસપાર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતનો પાસપોર્ટ એક સ્થાન ગબડી 85 સ્થાને આવી ગયો છે, જ્યારે 192 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ સાથે યુકેના પાસપોર્ટે ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. ત્રીજા સ્થાને લક્ઝમબર્ગ, આયર્લેન્ડ, ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયા પણ છે. આ યાદીમાં અમેરિકા છઠ્ઠા સ્થાને રહ્યું છે.

ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, સિંગાપોર અને સ્પેનના પાસપોર્ટે આ યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. આ દેશોના પાસપોર્ટના આધારે 194 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. બીજા સ્થાન પર  ફિનલેન્ડ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન આવે છે, જેઓ 193 રાષ્ટ્રોમાં વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા આપે છે.

62 રાષ્ટ્રોમાં વિઝા-મુક્ત પ્રવેશ સાથે ભારત ઇન્ડેક્સમાં 85મા સ્થાને રહ્યું હતું. ભારતીયોને ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો પર વિઝા-મુક્ત પ્રવેશ મળે છે. નોંધનીય છે કે ભારત ગયા વર્ષના 84મા સ્થાનની સરખામણીમાં એક રેન્ક નીચે સરકી ગયું છે. ભારત આ ઇન્ડેક્સ  દક્ષિણ આફ્રિકા (55મું), માલદીવ (58મું), સાઉદી અરેબિયા (63મું), ચીન (64મું), થાઈલેન્ડ (66મું), ઈન્ડોનેશિયા (69મું) અને ઉઝબેકિસ્તાન (84મું) જેવા રાષ્ટ્રોથી પાછળ છે.

ભારતના પાડોશી દેશ પાકિસ્તાન ઈન્ડેક્સમાં 106મા સ્થાને છે, જ્યારે શ્રીલંકા 101મા સ્થાને છે, બાંગ્લાદેશ 102મા સ્થાને છે અને નેપાળ 103મા સ્થાને છે. વિશ્વના સૌથી વધુ ઇમિગ્રન્ટ-ફ્રેંડલી દેશમાં સ્થાન ધરાવતા કેનેડા છઠ્ઠા સ્થાને છે. અમેરિકા પણ આ યાદીમાં છઠ્ઠા સ્થાને રહ્યું છે.

LEAVE A REPLY

seventeen + ten =