હન્સલોમાં જલારામ ઝુપડી મંદિર ખાતે વોકના સમાપન વખતની તસવીરમાં ડાબેથી શૈલેષ ચોટાઈ, પ્રફુલ રાડિયા, શરદ ભીમજીયાણી, સાધના રવિભાઇ કારિયા, અનિલ જોષી, કમલેશ પાબારી, કિશોર ચંદારાણા, નીતિન પરસોતમ, પ્રકાશ ભીમજીયાણી અને જગદીશ ગોવિંદજી (કુંડલિયા) નજરે પડે છે.

નોર્થ વેસ્ટ લંડનના શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ગ્રીનફર્ડથી હન્સલોમાં આવેલ જલારામ ઝુપડી મંદિર સુધીની આશરે 9 કિલોમીટર લાંબી ચેરીટી વોકનું આયોજન તા. 30 ઓક્ટોબર 2022ને રવિવારના રોજ કરાયું હતું. જેમાં શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટરની ફૂડ બેંક પ્રોજેક્ટ માટે £5,000ના લક્ષ્યાંક સામે  £12,000નું ફંડ એકત્ર કરાયું હતું.

આ ચેરીટી વોકમાં જાણીતા લોહાણા અગ્રણીઓ પ્રફૂલ્લભાઇ રાડીયા, શરદભાઇ ભીમજીયાણી, શૈલેશભાઇ ચોટાઇ અને ગરવી ગુજરાત પરિવારના શ્રીમતી સાધનાબેન રવિભાઇ કારિયા સહિત કુલ 10 લોકોએ ભાગ લીધો હતો. જેમાં સાધનાબેન એક માત્ર મહિલા હતા.

વર્તમાન આર્થિક સંજોગો દરમિયાન આપણા સ્થાનિક સમુદાયના ઘણા લોકો વધતા જતા ખર્ચા, ઓછી કમાણી અને બેરોજગારીના કારણે તકલીફ ભોગવી રહ્યા છે ત્યારે જલારામ બાપાના “ભૂખ્યાને ભોજન આપો અને જરૂરિયાતમંદોને મદદ કરો”ના નીતિ-સુત્રને ચરિતાર્થ કરવા શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ખાતે 28મી જૂન 2022થી ફૂડ બેંક શરૂ કરવામાં આવી હતી. આ ફૂડ બેંક ખાતે કોઈ પણ ભેદભાવ વિના જરૂરિયાતમંદ લોકોને અનાજ-કરિયાણું પૂરું પાડવામાં આવે છે. આ ફૂડ બેંક ખાતે દર મંગળવારે બપોરે 2:30 થી 3:45 વાગ્યા સુધી 70 થી 100 લોકોને અનાજ-કરિયાણું પૂરું પાડવામાં આવે છે.

આ ફૂડ બેંક એ ચેરીંગ ક્રોસ ખાતે દર શુક્રવારે બેઘર લોકોને પહેલેથી જ આપવામાં આવતી હોટ મીલ સેવાનું વિસ્તરણ છે. મંદિરમાં દરરોજ બપોરે 12:30 થી 2:00 વાગ્યા સુધી સદાવ્રત પ્રસાદ અપાય છે અને ભારતમાં અઠવાડિયામાં લગભગ 1000 બાળકોને બટુક ભોજન કરાવાય છે.

£51 અને તેથી વધુ રકમનું દાન કરનાર લોકના નામ 30મી ઑક્ટોબર 2022ના રોજ www.jalaram.tv પર લાઇવ પ્રસારણ દરમિયાન પ્રસિધ્ધ કરાયા હતા. વઘુને વધુ લોકોને આ  ફૂડ બેંકનો લાભ મળે તે માટે તમે યથાશક્તિ દાન આપી શકો છો. જો તમે કરદાતા હો તો તમારા ગીફ્ટ એઇડ દાનના કરાણે HMRC મંદિરને અપાતા દાનમાં 25% રકમનો વધારો કરશે. આપ આ અંગેનો 2-મિનિટનો પ્રમોશનલ વિડિઓ યુ-ટ્યુબ પર https://youtu.be/ORQA_Hguxaw લિંક કલ્ક કરીને જોઇ શકો છો.

આપ નીચેની લિંક પર ક્લિક કરીને દાન કરી શકો છો. https://www.justgiving.com/campaign/FOODBANKWALK. આજે આ લખાય છે ત્યાં સુધીમાં £7600નું દાન એકત્ર થઇ ચૂક્યું છે. તમે ઑનલાઇન બેંક ટ્રાન્સફર દ્વારા રેફરન્સ “ફૂડબેંકવોક-એસબી” લખીને એકાઉન્ટનું નામ: રઘુવંશી મહાજન લંડન RAMA, સૉર્ટ કોડ: 20-92-60 અને એકાઉન્ટ નંબર: 4354 3323 ઉફર દાન કરી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક: [email protected] & [email protected]

LEAVE A REPLY

nineteen − 3 =