Reuters

ચીનમાં કોરોના વાયરસના ચેપના કારણે ફાટી નિકળેલા શ્વસનતંત્રના રોગચાળા પછી જાપાનના સમુદ્રકાંઠે ક્વારેન્ટાઈન કરાયેલા બ્રિટિશ ક્રુઝ શિપ ડાયમંડ પ્રિન્સેસના પ્રવાસીઓ તેમજ શિપના ક્રુના કરવામાં આવેલા પરિક્ષણમાં શિપનો ક્રુના ત્રીજા ભારતીય સભ્ય ચેપગ્રસ્ત હોવાનો રીપોર્ટ શુક્રવારે (14 ફેબ્રુઆરી) આવ્યો હોવાનું ટોક્યો ખાતેની ભારતીય એમ્બેસીએ જણાવ્યું હતું. એમ્બેસીના અધિકારીઓ આ ત્રણેના સંપર્કમાં છે અને ત્રણેની તબિયત સ્થિર અને સુધારા ઉપર હોવાનું જણાવ્યું છે. હાલમાં તેઓ સારવાર હેઠળ છે.
જાપાનના યોકોહામા ખાતે ડોક કરાયેલા આ ક્રુઝ શિપમાં પ્રવાસીઓ તેમજ ક્રુ મળી 3,711 લોકો છે અને તેમાંથી છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી લગભગ 220નો વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ શિપમાં 132 ક્રુ તથા છ પ્રવાસીઓ સહિત કુલ 138 ભારતીયો છે અને તેમાંથી ક્રુના બે સભ્યો ચેપગ્રસ્ત હોવાના રીપોર્ટ ગુરૂવારે આવ્યા આવ્યા હતા. આ બન્ને – સીક્યુરીટી ઓફિસર સોનાલી ઠક્કર તથા શેફ બિનય કુમાર સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી કે શિપમાં રહેલા ભારતીયોની મદદ માટે ભારત સરકાર ઝડપથી કઈંક કરે. ત્રીજા ક્રુ મેમ્બરની ઓળખ તામિલનાડુના અન્બાલાગનનો સમાવેશ થાય છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતીય એમ્બેસી જાપાન સરકાર તેમજ શિપમાં રહેલા ભારતીયો સાથે સતત સંપર્કમાં છે.