જાણીતા બિઝનેસમેન, અગ્રણી ઉદ્યોગસાહસિક, ફીલાન્થ્રોપીસ્ટ અને ઇસ્ટ એન્ડ ફૂડ્સના હોલસેલ ડિવીઝનના માલિક જેસન વૌહરા, OBEની આસ્ટન યુનિવર્સિટી કાઉન્સિલના સંચાલક મંડળમાં નિયુક્તી કરવામાં આવી છે. તેમની નિમણૂકને યુનિવર્સિટી કાઉન્સિલ દ્વારા જૂન 2020માં મળેલી બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી.

જેસન આ ભૂમિકા માટે બિઝનેસ અને ગવર્નન્સનો નોંધપાત્ર અનુભવ ધરાવે છે. તેઓ યુવા લોકોની રોજગારક્ષમતામાં સુધારો કરવાની તકો વિકસાવવા માટે જોમ ધરાવે છે અને વ્યવસાયને સામાજિક પરિવર્તન માટેના એક બળ તરીકે જુએ છે.

1998માં કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેઓ ફેમિલી કંપની ઈસ્ટ એન્ડ ફૂડ્સમાં જોડાયા હતા અને 2019માં પ્રાઇવેટ ઇક્વિટીમાં તેનું વેચાણ થયુ ત્યાં સુધી તેઓ ઇસ્ટ એન્ડ ફૂડ્સ પીએલસીના ડિરેક્ટર અને કંપની સેક્રેટરી હતા. તેઓ ટેસ્કો, અસડા, વેઈટ્રોઝ અને મોરિસન્સ, મોટાભાગના સ્વતંત્ર રિટેલરો તેમજ રેસ્ટોરાં અને કેટરિંગ યુનિટને અનાજ – ગ્રોસરી પૂરા પાડે છે.

જેસને તાજેતરમાં લાયનક્રોફ્ટ હોલસેલ લિમિટેડની સ્થાપના કરી છે. જેસન કોમર્શીયલ લોમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિરેક્ટર્સ (આઇઓડી) ચાર્ટર્ડ ડિરેક્ટર છે અને 2013માં વેસ્ટ મિડલેન્ડ્સમાં IoDના સૌથી યુવાન અને પ્રથમ BAME અધ્યક્ષ બન્યા હતા. તેઓ યુનિવર્સિટી હૉસ્પિટલ્સ બર્મિંગહામ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના નૉન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ વેસ્ટ મિડલેન્ડ્સ ઇન્ડિયા પાર્ટનરશિપના અધ્યક્ષ સહિત વિવધ ક્ષેત્રે સેવાઓ આપે છે.

શહેર અને પ્રદેશમાં તેમનું સેવાભાવી કાર્ય નોંધપાત્ર છે અને જેસને ઘણી સખાવતી સંસ્થાઓ માટે વર્ષોથી સમર્થન અને ભંડોળ પૂરું પાડ્યું છે. 2014માં એસ્ટન યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડોકટરેટ પદવી અપાઇ હતી. આ ઉપરાંત, વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સેવાઓ બદલ 2017માં તેમને ઓ.બી.ઇ. મેડલ એનાયત કરાયો હતો.

નિમણૂક અંગે જેસન વૌહરાએ કહ્યું હતું કે “હું યુનિવર્સિટીને ઉત્કૃષ્ટ ગ્રેજ્યુએટ પરિણામો લાવવા અને કુશળતાથી બિઝનેસ અને સમુદાયોને સજ્જ કરવામાં મદદ કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવા મારી ભૂમિકા નિભાવવાની રાહ જોઉ છું. કાઉન્સિલના સાથી સભ્યો, અમારા વાઇસ-ચાન્સેલર પ્રોફેસર એલેક કેમેરોન સાથે કામ કરીને મને વિશ્વાસ છે કે અધ્યાપન, સંશોધન અને વિદ્યાર્થીઓના વિશાળ અનુભવ માટે શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે એસ્ટનની પ્રતિષ્ઠા વધતી રહેશે.”