જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ REUTERS/Wolfgang Rattay

જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝે રશિયાના એનર્જી સપ્લાયનો બહિષ્કાર કરવાની માગણી ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે રશિયાના ગેસ સહિતના સપ્લાયને બંધ કરવાથી જર્મનીના અર્થતંત્રને મોટું નુકસાન થશે. એક જ દિવસમાં રશિયાનો એનર્જી સપ્લાય બંધ કરવાથી રશિયા અને સમગ્ર વિશ્વમાં મંદી આવી શકે છે. પર્યાવરણ કાર્યકર્તાઓ માગણી કરી રહ્યાં છે કે જર્મનીએ રશિયાના એનર્જી સપ્લાયનો બહિષ્કાર કરવો જોઇએ. જોકે જર્મનીના ચાન્સેલર તબક્કાવાર ધોરણે રશિયાનો સપ્લાય બંધ કરવાની તરફેણ કરી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે યુરોપની કુદરતી ગેસની કુલ જરૂરિયાતમાંથી 40 ટકાથી વધુ જરૂરિયાત રશિયા પૂરી પાડે છે.