પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રિલાયન્સ જિયો 40 કરોડ ગ્રાહકોનો આંક વટાવી જનારી ભારતની પ્રથમ મોબાઇલ સર્વિસ પ્રોવાઈડર બની છે. જુલાઈમાં કંપનીના ગ્રાહકોની સંખ્યામાં 35 લાખનો વધારો થયો હતો, એમ ટેલિકોમ નિયમકારી સંસ્થા ટ્રાઇએ જણાવ્યું હતું.

મોબાઇલ માર્કેટમાં JIOનો હિસ્સો 35.03 ટકાનો થઇ ગયો હતો. દેશમાં મોબાઇલ ફોનના કનેક્શનનો આંકડો વધીને 116.4 કરોડ થયો છે. શહેરી અને ગ્રામીણ કનેક્શનની સંખ્યા અનુક્રમે 61.9 કરોડ અને 52.1 કરોડ રહી હતી.

TRAIના રિપોર્ટમાં જણાવાયા મુજબ ઘણાં વરસો પછી પહેલીવાર લેન્ડ લાઇન કનેક્શનમાં પણ થોડો વધારો નોંધાયો હતો. જુલાઇમાં લેન્ડ લાઇન કનેક્શન વધીને 19 કરોડ 82 લાખ 20,419ની થઇ હતી. એમાં જીયો અને અન્ય કંપનીઓના પ્રદાનનો પણ સમાવેશ થયો હતો.