યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવ્યા બાદ ગાંધી આશ્રમ તરીકે જાણીતા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે રેટિંયો કાંત્યો હતો અને ગાંધીની પ્રતિભાને સુતરની માળા ચડાવી હતી. . (PTI Photo)

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવ્યા બાદ ગાંધી આશ્રમ તરીકે જાણીતા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બ્રિટિશ શાસનથી ભારતની આઝાદીની ચળવળનો પ્રતિક બનેલો ચરખો કાંત્યો હતો. જોન્સનને ચરખાની પ્રતિકૃતિ પણ ભેટમાં આપવામાં આવી હતી.

તેમણે ગાંધીની પ્રતિભાને સૂતરની આંટી પહેરાવી હતી. આશ્રમના પ્રવકતા વિરાટ કોઠારીએ જણાવ્યું હતું કે સાબરમતી આશ્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ સ્વાગત કર્યું હતું. મહાત્મા ગાંધી 1917થી 1930 સુધી આ આશ્રમમાં રહ્યાં હતા.

સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને મહાત્માને એવા અસાધારણ પુરુષ ગણાવ્યા હતા, જેમાં વિશ્વમાં વધુ સારા બદલાવ માટે સત્ય અને અહિંસાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો.
અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લેનારા જોન્સન યુકેના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. આ એ જ સ્થળ છે જ્યાંથી ગાંધીજીએ બ્રિટનથી ભારતને આઝાદ કરવાના આંદોલનની શરૂઆત કરી હતી. આ ઉપરાંત આ ટોરી રાજકીય નેતા તરીકે 1947 પછીથી ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન પણ બન્યા છે.

સાબરમતી આશ્રમ ટ્રસ્ટે જોન્સનને બે પુસ્તક ભેટમાં આપ્યા હતા, જેમાં ‘ગાઇડ ટુ લંડન’ અને ‘સ્પિરિટ્સ ઓફ પિલગ્રીમેજ’નો સમાવેશ થાય છે. પ્રથમ પુસ્તકમાં લંડનમાં કેવી રીતે રહેવું તે અંગે ગાંધીજીના સૂચનો છે અને તે હજુ પ્રકાશિત થયું નથી. બીજુ પુસ્તક બ્રિટનમાં જન્મલા ગાંધીજીના શિષ્ય મેન્ડેલીન સ્લેડ અથવા મીરાબહેનની આત્મકથા છે.

જોન્સને વિઝિટ બૂકમાં લખ્યું હતું કે “આ અસાધારણ પુરુષના આશ્રમની મુલાકાત લેવાનો તથા વિશ્વમાં વધુ સારી બદલાવ માટે તેમણે સત્ય અને અહિંસાના સરળ સિદ્ધાંતનો કેવી રીતે ઉપયોગ કર્યો તે સમજવાનો મને વિશેષાધિકાર મળ્યો છે.” મહાત્મા ગાંધીની જોન્સન દ્વારા આ પ્રશંસાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આઝાદીની ચળવળ દરમિયાન બ્રિટનના કોઇ નેતાએ ભાગ્યે જ ગાંધીજીની પ્રશંસા કરી હતી.

 

સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી
REUTERS/Amit Dave

 

(PTI Photo)