Boris-Johnson@Neaden-Temple
  • અમિત રોય દ્વારા

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિર્ણાયક વાટાઘાટો માટે ગુરૂવારે તા 21ના રોજ ગુજરાત અને શુક્રવારેના રોજ દિલ્હીના પ્રવાસે જઇ રહ્યા છે ત્યારે ભારત સરકારે ‘ગરવી ગુજરાત’ને સંકેત આપ્યો છે કે તે બ્રિટિશ વડા પ્રધાનને પદ પર ચાલુ રહે તે જોવા માંગે છે. જૉન્સન બ્રેક્ઝિટ પછીના વેપાર કરાર માટે ભારત તરફ જોઈ રહ્યા છે.

અધિકૃત રીતે, દિલ્હીની લાઇન એ રહી છે કે ભારત સરકાર જે પણ બ્રિટિશ વડા પ્રધાન હશે તેમની સાથે અધિકારીક વ્યવહાર કરશે, પરંતુ પડદા પાછળ, તેઓ 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં “હવે ભારત વિશે જે ચોક્કસ ઊર્જા રહેલી છે” તેની પ્રશંસા કરે છે.

આશા છે કે દિલ્હીના વાઇબ્સને યુકેમાં વસતા 2.5 મિલિયન મજબૂત બ્રિટિશ ભારતીય સમુદાય દ્વારા પસંદ કરવામાં આવશે જેઓ સંખ્યાબંધ કી માર્જીનલ વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે.

એક વરિષ્ઠ ટોરી સ્ત્રોતે પણ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે જૉન્સનને ભારતીય વડા પ્રધાન દ્વારા રાજ્યમાં “હંમેશની જેમ વ્યાપાર ચાલુ જ છે” એ દર્શાવવા માટે ગુજરાતની મુલાકાત લેવા માટે સમજાવ્યા હતા. આ વખતે યાદ કરાશે કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી 2020માં મોદી સાથે ગુજરાત આવ્યા હતા. તે સ્વાગત  વખતે “નમસ્તે બોરિસ”માં બદલાઈ ગયું છે.

જૉન્સન ગુજરાતની મુલાકાત વખતે વડોદરા નજીક JCBની નવી ફેક્ટરીની મુલાકાત લે તેવી શક્યતા છે. જેસીબી કન્ઝર્વેટિવ પાર્ટીની મજબૂત સમર્થક છે અને તેના ગુજરાતમાં છઠ્ઠા પ્લાન્ટનો શિલાન્યાસ માર્ચ 2019માં ચેરમેન લોર્ડ બેમફોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો.

બંને વડા પ્રધાનો જાણે છે કે યુકેમાં એક મોટો અને સમૃદ્ધ ગુજરાતી ડાયસ્પોરા છે જેની વસ્તી 600,000 હોવાનો અંદાજ છે. નવેમ્બર 2015માં વડા પ્રધાન તરીકે મોદીની યુકેની પ્રથમ મુલાકાત વખતે વેમ્બલી સ્ટેડિયમમાં તેની સાબિતી મળી હતી.

ફાઇનાન્સીયલ ટાઇમ્સે ધ્યાન દોર્યું હતું કે “ભારત ચીન વિશે વધુ ચિંતિત છે, જેની સાથે 2020માં તેમની વિવાદિત સરહદ પર અથડામણ થઇ હતી, અને બેઇજિંગ સાથેના તેના મૈત્રીપૂર્ણ સંબંધોને ધ્યાનમાં રાખીને તે મોસ્કોને નજીક રાખવા માંગે છે.’’

યુક્રેન બાબતે રાજદ્વારી દબાણ હોવા છતાં, ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસની મુલાકાતે નવી દિલ્હી પર લંડનના મર્યાદિત પ્રભાવને પ્રકાશિત કર્યો હતો. જેની સામે ભારતીય સમકક્ષ એસ. જયશંકરે રશિયા પાસેથી ભારતની ડિસ્કાઉન્ટેડ ઓઇલ ખરીદીનો બચાવ કરતાં કહ્યું હતું કે યુરોપ પણ રશિયન ઇંધણ ખરીદી જ રહ્યું છે. ટ્રસે તે વખતે કહ્યું હતું કે ‘ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે. હું ભારતને શું કરવું તે કહેવાની નથી. બ્રિટન અને ભારત વચ્ચેના ગાઢ સંબંધો ઈન્ડો-પેસિફિક અને વૈશ્વિક સ્તરે સુરક્ષાને વેગ આપશે અને બંને દેશોમાં નોકરીઓ અને તકોનું સર્જન કરશે.’’

ફાઇનાન્સીયલ ટાઇમ્સમાં કહેવાયું હતું કે વ્હિસ્કી પર ભારતીય લેવી “યુકે-ભારત વેપાર સંબંધો અને આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી વેપાર વાટાઘાટોમાં એક મુખ્ય મુદ્દો બની ગયો છે. અગ્રણી સ્કોચ વ્હિસ્કી ઉત્પાદક શિવાઝ બ્રધર્સ જો નવી દિલ્હી વ્હિસ્કી ટેરિફને નાબૂદ કરે તો ભારતમાં વ્હિસ્કીની નિકાસ બમણી કરવા માંગે છે. જે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટોમાં યુકેની ટોચની માંગ છે. ભારત વિશ્વનું સૌથી મોટું વ્હિસ્કી બજાર છે અને બીજા ક્રમનું સૌથી મોટું સ્કોચ નિકાસ બજાર છે.”

એક ટોરી વિશ્લેષકે સારાંશ આપ્યો હતો કે “જ્યારે મુક્ત વેપાર કરાર તરફ પ્રગતિ, દ્વિપક્ષીય રોકાણ પ્રવાહ, ક્લાઇમેટ કો-ઓપરેશન અને સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી સહિત અનેક મોરચે સકારાત્મક એજન્ડા છે, ત્યારે રશિયા બાબતે ભારતની નીતિ પર વિવિધતાનો મોટો વિસ્તાર પણ છે.’’

“બોરિસનું ગુજરાતમાં સ્ટોપઓવર, યુકેના સ્થાનિક લોકો તેમજ તેના ભારતીય યજમાન બંનેને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક છે. તે યુકેમાં સૌથી મોટા ડાયસ્પોરા સમુદાયને હૈયાધારણ આપે છે અને મોદીના ગૃહ રાજ્ય ગુજરાત તરફ સમર્થન દર્શાવે છે – જે રશિયા વિશેની મુશ્કેલ વાતચીતને સુગરકોટ કરવામાં મદદ કરી શકે છે. રશિયન સંરક્ષણ સાધનો પર ભારતની ઐતિહાસિક નિર્ભરતા અને તેની ઉત્તરીય સરહદો પર ચીન અને પાકિસ્તાનને સંભાળવાની જરૂરિયાતને જોતાં પશ્ચિમી જોડાણ ભારતની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.