વડા પ્રધાન બોરિસ જૉન્સને તા. 20ના રોજ તેમને પરેશાન કરી રહેલા સાઇનસને લગતું ખૂબ જ નાનું ઓપરેશન કરાવ્યું હતું. તેઓ સવારે 6 વાગ્યે હોસ્પિટલમાં ગયા હતા જ્યાં ઓપરેશન પતાવી સવારે 10 વાગ્યા પછી તરત જ ડાઉનિંગ સ્ટ્રીટમાં પાછા ફર્યા હતા. જનરલ એનેસ્થેશીયા આપી સરકારી NHS હોસ્પિટલમાં આ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેઓ આરામ કરી રહ્યા છે અને કામ પર ક્યારે પાછા ફરશે તે તેમના સ્વાસ્થ્ય પર નિર્ભર રહેશે. પરંતુ તેમણે મંગળવારે વરિષ્ઠ મંત્રીઓની કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરવાની યોજના બનાવી છે.

વડા પ્રધાન રવિવારે 58 વર્ષના થયા હતા. એપ્રિલ 2020માં હોસ્પિટલમાં ICUમાં ઘણા દિવસો વિતાવ્યા હતા. વડા પ્રધાનનું મૃત્યુ થવાના કિસ્સામાં ડાઉનિંગ સ્ટ્રીટના અધિકારીઓ પાસે શું કરવું તેની યોજના હોય જ છે. વડા પ્રધાન એનેસ્થેસિયા હેઠળ હતા ત્યારે તેમની ગેરહાજરી દરમિયાન જસ્ટીસ સેક્રેટરી, નાયબ વડા પ્રધાન અને કેબિનેટ સેક્રેટરી ડોમિનિક રાબ પાસે ચાર્જ હતો.