જસ્ટિસ બીઆર ગવઈએ બુધવારે સુપ્રીમ કોર્ટના 52માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ બીઆર ગવઈને શપથ લેવડાવ્યા હતાં. (ANI Photo)

જસ્ટિસ બીઆર ગવઈએ બુધવારે સુપ્રીમ કોર્ટના 52માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ બીઆર ગવઈને શપથ લેવડાવ્યા હતાં, જેઓ દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર જસ્ટિસ સંજીવ ખન્નાનું સ્થાન લેશે.

શપથ ગ્રહણ બાદ, રાષ્ટ્રપતિ મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યોએ મુખ્ય ન્યાયાધીશ ગવઈને અભિનંદન પાઠવ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પણ તેમના અનુગામીને શુભકામનાઓ પાઠવવા માટે આ સમારોહમાં હાજર રહ્યા હતાં.

ચીફ જસ્ટિસ ગવઈ નવેમ્બરમાં નિવૃત્ત થાય તે પહેલાં છ મહિના સુધી આ ટોચના પદ પર રહેશે. વરિષ્ઠ ન્યાયાધીશ ૧૯૮૫માં બારમાં જોડાયા હતાં અને બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ ૨૦૦૩માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ અને ૨૦૦૫માં કાયમી જજ બન્યા હતા. ૨૦૧૯માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.

LEAVE A REPLY