કાજલ અગ્રવાલના વેક્સ સ્ટેચ્યુનું સિંગાપોરના મેડમ તુસાદ વેક્સ સ્ટેચ્યુ મ્યુઝિયમમાં અનાવરણ થયું છે. આ સમ્માન મેળવનાર કાજલ પહેલી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે. કાજલ આ ઇવેન્ટમાં તેના પરિવાર સાથે હાજર રહી હતી. કાજલે આ ઇવેન્ટમાં તેના ફેન્સના સવાલના જવાબ પણ આપ્યા હતા.કાજલે ડિસેમ્બરમાં આ ન્યૂઝ શેર કરતાં લખ્યું હતું કે, ‘મને યાદ છે કે બાળક તરીકે હું મેડમ તુસાદ જતી ત્યારે હું ત્યાં મને ગમતા લોકોના વેક્સ ફિગર જોઈને ખુશ થઇ જતી. તેમની વચ્ચે સ્થાન મેળવીને ઘણું સારું લાગી રહ્યું છે. આ કલાકોના હાર્ડ વર્ક અને પર્સનલ સેક્રિફાઈસનું પરિણામ છે. હંમેશાં બધાની આભારી છું.’ કાજલની આગામી બોલિવૂડ ફિલ્મ ‘મુંબઈ સાગા’ છે જેમાં તે જ્હોન અબ્રાહમ સાથે જોવા મળશે. આ સિવાય તે કમલ હાસન સાથે ‘ઇન્ડિયન 2’ ફિલ્મમાં પણ કામ કરવાની છે.