બોલિવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલ (Photo by STR/AFP via Getty Images)

હિંદી, તમિળ તથા તેલુગુ ફિલ્મની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરે મુંબઈમાં ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે. કાજલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. બંનેએ ગયા મહિને સગાઈ કરી હતી.

કાજલે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે.’ આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઉણપ લાવી દીધી છે પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણાં જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ.’ ‘છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ અવિશ્વસનીય નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે. તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.’