કાજોલને એક નવી ફિલ્મમાં દમદાર ભૂમિકા ભજવવાની તક મળી છે. તે ખૂબ ઝડપ જ ફિલ્મ ‘સલામ વેંકી’માં જોવા મળશે. કાજોલે તાજેતરમાં સોશયલ મીડિયા પર આ ફિલ્મના મૂહુર્તના શોટની તસવીર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, આજે અમે એક એવી વાર્તાની યાત્રા શરૂ કરીએ છીએ, જે જણાવવી જરૂરી હતી. એક રસ્તો જે લેવાનો હતો અને એક જીવન જે જીવવું જરૂરી હતું. અમે સલમાન વેંકીની આ અવિશ્વસનીય સત્ય કથાને તમારી સાથે શેર કરવાની રાહ જોઇ શકતા નથી. આ ફિલ્મના નિર્માતા સૂરજ સિંહ, શ્રદ્ધા અગ્રવાલ અને વર્ષા કુકરેજા છે. આ ફિલ્મની વાર્તા સત્ય ઘટના પર છે અને વાસ્તવિક પાત્રોથી પ્રેરિત છે. સલામ વેંકીમાં કાજોલ અને રેવતી દ્વારા એક પ્રશંસનીય માતાની વાત વણી લેવામાં આવી છે. જે સૌથી કઠીન પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરતી હોય છે.

પહેલા આ ફિલ્મનું શીર્ષક ‘ધ લાસ્ટ હુરાહ’ હતું, તેમ રેવથીએ જણાવ્યું હતું. આ ફિલ્મ મારા દિલની નજીક છે. હું, સૂરજ અને શ્રદ્ધા આ ફિલ્મ માટે ચર્ચા કરતા હતા ત્યારે આ ફિલ્મના રોલ માટે અમને કાજોલ જ યોગ્ય લાગી હતી. તેની સુંદર ભાવનાશીલ આંખો અને પ્રેમાળ હાસ્ય સુજાતાના પાત્ર માટે યોગ્ય છે. તે સુજાતા જેવી જ આત્મવિશ્વાસુ છે, અને દરેક પરિસ્થિતિને ન્યાય આપી શકે તેમ છે.