રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનના ખારકીવમાં ભારતના એક વિદ્યાર્થીનું મોત થયું છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. નવીન શેખરપપ્પાનો મેડિકલનો આ વિદ્યાર્થી કર્ણાટકના હવેરીનો હતો. રશિયાના સૈનિકોએ મંગળવારે સરકારી ઇમરાત ઉડાવી મારી ત્યારે તેને મોત થયું હતું.

વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દુઃખ સાથે અમે પુષ્ટી આપીએ છીએ કે આજે સવારે ખારકીવમાં શેલિંગમાં ભારતના એક વિદ્યાર્થીના જીવ ગયો છે. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવારને માટે અમારી સાંત્વના આપીએ છીએ.

ભારતીય વિદ્યાર્થી તેના એપાર્ટમેન્ટથી રેલ્વે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, પરંતુ કમનસીબે હુમલામાં તેનું મોત થયું હતું. તે ખારકીવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યુ કે ભારતીય વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે સંપર્કમાં છે. જેમાં એ માગ કરાઈ છે કે ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને માટે સુરક્ષિત રસ્તા માર્ગ આપો, કારણ કે કેટલાક વિદ્યાર્થી હજુ ખારકીવ અને અન્ય શહેરમાં ફસાયેલા છે.