બોલીવૂડ સિંગર કનિકા કપૂર હાલ કોરોના વાયરસને માત આપીને ક્વોરન્ટાઈનમાં સમય પસાર કરી રહી છે. કનિકાએ રવિવારે ઈન્સ્ટાગ્રામ પર નિવેદન જાહેર કરીને કોરોના વાયરસ મહામારી ફેલાવવા મામલે મૌન તોડ્યું છે. કનિકાએ જણાવ્યું કે, હું જે પણ લોકોની સાથે સંપર્કમાં આવી છું તે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મેં એક પણ પાર્ટી આયોજીત કરી નહતી. ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે હું હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી.

કનિકાએ લખ્યું કે, મને ખબર છે કે મારા વિશે અનેક સ્ટોરી બનાવવામાં આવી રહી છે. જેમાં વધારો થયો એના માટે થયો કેમકે હું મૌન હતી. હું એટલા માટે મૌન નહતી કેમકે હું ખોટી હતી. મને ખબર હતી કે લોકોને ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. હું રાહ જોઈ રહી હતી કે લોકો પોતાની જાતે સત્યને સમજશે. હું મારા પરિવાર, મિત્રો અને ફેન્સની આભારી છું જેમણે મને સમજી. પરંતુ હવે હું તમને સાચી વાત જણવવા માગું છું.

કનિકા કપૂરે જણાવ્યું કે, હું હાલ લખનઉમાં છું. માતા-પિતાની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહું છું. જ્યારે 10 માર્ચે હું લંડનથી આવી તયારે એરપોર્ટ મારી તપાસ કરવામાં આવી હતી. તે સમયે ક્વોરન્ટાઈનમાં રહેવા મામલે કોઈ એડવાઈઝરી નહતી. ત્યારબાદ જ્યારે હું મુંબઈ આવી ત્યારે કોરોનાના લક્ષણ સામે આવ્યા નહતા. કનિકાએ જણાવ્યું કે, ત્યારે સ્વાસ્થ્યની કોઈ સમસ્યા નથી તેથી કેટલાક કાર્યક્રમમાં હાજર રહી હતી. 17 માર્ચે જ્યારે તેમને કેટલીક મુશ્કેલી થઈ ત્યારે મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા બાદ 20 માર્ચે હોસ્પિટલમાં દાખલ થઈ હતી.