JAISWAL/AFP via Getty Images)

સામાજિક મુદ્દાઓ, જાતીવાદ, અમીર-ગરીબ યુવક-યુવતીઓ વચ્ચેની પ્રેમ કહાની દર્શાવતી અનેક ફિલ્મોનું નિર્માણ અગાઉ થયું છે. પણ થોડા વર્ષો બનેલી બે પ્રાદેશિક ભાષાની ફિલ્મોએ દર્શકો પર અસર છોડી હતી. તેમાંની એક છે મરાઠી ફિલ્મ સૈરાટ અને બીજી તમિલ ફિલ્મ પરિયેરૂમ પેરુમલ હતી.

સૈરાટ પરથી કરણ જોહરે એક ફિલ્મ બનાવી હતી ધડક અને હવે પરિયેરૂમ પેરુમલ પરથી બનેલી ફિલ્મ ધડક-2 બનાવી છે, જે તાજેતરમાં રીલીઝ થઈ હતી. આ ફિલ્મ ધડકની સિક્વલ નથી, પરંતુ સ્પિરિચ્યુઅલ રીમેક છે.

અમારી પુત્રી માટે સારો છોકરો કોઈ હોય તો કહેજોને. અમારે જ્ઞાતિબાધ નથી, પણ ઊંચી જ્ઞાતિનો હોય તેવો જણાવજોને… આ સંવાદો ખૂબ જ સાંભળવા મળે છે. પુત્ર કે પુત્રી પ્રેમમાં પડે તે વાંધો નહીં, પણ પ્રેમ જ્ઞાતિ-જાતિ જોઈને કરે તે માનસિકતા વર્ષો પહેલા હતી અને આજે પણ એના જેટલી જ જોવા મળે છે.

આ ફિલ્મની પ્રેમ કથા મુજબ નિલેશ (સિદ્ધાંત ચતુર્વેદી) નામના દલિત યુવકને વિધિ (તૃપ્તી ડિમરી) નામની ઊંચી જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ થાય છે અને બંને જ્ઞાતિ-જાતિને ભૂલીને લગ્ન કરવા ઇચ્છે છે, પણ તેમની વિરુદ્ધમાં તેમનો પરિવાર અને સમાજ બને છે.

આ ફિલ્મનો વિષય વિચાર માગી લે તેવો છે જ. કોલેજના રાજકારણથી લઇને દરેક જગ્યાએ આજે પણ દલિત કે વંચિત સમાજે જે ભેદભાવ સહન કરવો પડે છે તેની વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ કહાનીમાં ઈમોશન્સ, સોશિયલ મેસેજ, એક્શન, રોમાન્સ બધું જ છે, તેને વધુ માણવા માટે ફિલ્મ જોવી રહી. જે લોકો આવા ભેદભાવમાં નથી માનતા તેમને પણ આ ભૂલભરેલી સમાજવ્યવસ્થાનો ભાગ બનવા મજૂર થવું પડે તેવી વાત લેખિકા શાઝિયા ઈકબાલ અને લેખક રાહુલે આ ફિલ્મમાં રજૂ કરી છે.

LEAVE A REPLY