(ANI Photo)

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર પેનલ ચર્ચાનું આયોજન શનિવાર 28 મે 2022 સવારે 11.00 વાગ્યે નેહરુ સેન્ટર, 8 સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે કરવામાં આવ્યું છે.

ફિલ્મના દિગ્દર્શક, પટકથા લેખક, લેખક અને કાર્યકર વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા પલ્લવી જોશી પેનલ ચર્ચા અને પ્રશ્ન-જવાબના સત્રમાં ભાગ લેશે. વિવેક 2019થી ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સભ્ય છે. તેમણે તેમની ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ્સ માટે શ્રેષ્ઠ પટકથા સંવાદો માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. વિવેક અને તેની પ્રોડક્શન ટીમ આઈ એમ બુદ્ધ પ્રોડક્શન્સે ધ કાશ્મીર ફાઇલ્સનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું છે.