Leicester Riots bob blackman

હેરો ઈસ્ટના સાંસદ, બોબ બ્લેકમેન કહે છે, “આપણે, આપણા ભારતીય મિત્રો સાથે વળગી રહેવાની જરૂર છે. ઐતિહાસિક રીતે, જમ્મુ કાશ્મીર, સમગ્ર રાજ્ય ભારતનો હિસ્સો છે, અને પાકિસ્તાન દ્વારા તેના એક ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવાયો છે. માત્ર વિભાજન દરમિયાન શું થયું હતું તે જ નહીં, પરંતુ પાકિસ્તાન દ્વારા લશ્કરી કબજો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. મેં હંમેશા તે પાસાને જાહેર કર્યું છે. પરંતુ મેં સરકારને, અને ખરેખર, અમારા વડા પ્રધાનને આ અંગે સ્પષ્ટ બ્રિટિશ નીતિ બનાવવા વિનંતી કરી છે, કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે દખલગીરી ન કરે. પરંતુ આપણે ભારતમાં અમારા મિત્રોની પાછળ ચારેય ખૂણા પર ઊભા રહેવું જોઈએ, જ્યાં પાકિસ્તાને યુએનના ઠરાવોનું ઉલ્લંઘન કર્યું છે.’’

તેમણે કહ્યું હતું કે “જ્યારે બ્રિટીશ ભારતીય સમુદાયને, યુગાન્ડાના એશિયનોને ઇદી અમીને હાંકી કાઢ્યા ત્યારે યુકેમાં પ્રથમ મોટી લહેર આવી હતી. કન્ઝર્વેટિવ વડા પ્રધાન, ટેડ હીથે તેમને યુકે આવવાનો અધિકાર આપ્યો હતો. પણ ભારતમાં, ઇન્દિરા ગાંધી તેમને પાછા આવવા દેતા ન હતા. તેમનું લેબર, લેબર કાઉન્સિલ અને લેબર રાજકારણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કોન્ઝર્વેટીવ તરીકે સ્થાનિક સ્તરે અમે આવું કર્યું નથી. હું સામેલ થવા માટે ખૂબ જ નાનો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે તે સમયે વધુ કરવું જોઈતું હતું.  હવે, અમે તે સમુદાય સુધી પહોંચી રહ્યા છીએ, કારણ કે હકીકત એ છે કે બ્રિટિશ-ભારતીયો મહેનતુ છે, પોતાના બે પગ પર ઊભા છે અને હેન્ડઆઉટની શોધ કરતા નથી.’’

બ્લેકમેન કહે છે, કે ‘’તેઓ મહેનતુ છે, તેઓ ઉત્સાહી છે, તેઓ જીવન સાથે આગળ વધે છે. તેઓ તેમના વડીલોની સંભાળ રાખે છે, અને તેઓ એવા લોકોની સંભાળ રાખે છે જેઓ સંવેદનશીલ હોય છે, બરાબર કોન્ઝર્વેટીવ મૂલ્યો સાથે સુસંગત છે. લેબરે તેમને સ્વીકાર્યા, પરંતુ તેમના મતને નજરઅંદાજ કર્યા, અને અમે તેને હવે ઉજાગર કરી રહ્યા છીએ. અમે વન નેશન પાર્ટી છીએ, અમે તમામ ધર્મ, જાતિ અને મૂળના લોકોને સાથે લાવવા માંગીએ છીએ. તેનો મતલબ દેખીતી સમાન રીતે, સાથે ઊભા રહેવું અને સિદ્ધાંતો ધરાવવા. જો તમે અમારી સાથે સામેલ થવા માંગતા હોવ, તો આ પાસું છે. મારી પાસે કન્ઝર્વેટિવ મુસ્લિમ ફોરમના અધ્યક્ષ પણ હતા, અને અગ્રણી હિન્દુઓ પણ મારી સાથે પ્રચાર કરી રહ્યા હતા. વાસ્તવિકતા એ છે કે અમે લોકોને બળજબરીથી અલગ કરવાને બદલે સાથે લાવી રહ્યા છીએ. પરંતુ એક માન્યતા હોવી જોઈએ કે જે યોગ્ય છે તેના વિશે બોલવું જોઈએ. મને લાગે છે કે એક સમસ્યા એ છે કે ઘણીવાર લોકો એક બીજા સામે રમવાની ભયંકર યુક્તિ અજમાવતા હોય છે અને તે લોકો જુએ છે.”