Arvind Kejriwal
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ . (PTI Photo)

કવિઓના એક જૂથે ખુલ્લો પત્ર લખીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની માફીની માગણી કરી છે. કેજરીવાલે કુમાર વિશ્વાસના આક્ષેપોનો જવાબ આપતી વખતે કવિઓનું અપમાન કર્યું હતું. કુમાર વિશ્વાસે અગાઉ ગંભીર આક્ષેપ કર્યો હતો કે કેજરીવાલ ખાલિસ્તાન તરફી તત્વો માટે સહાનુભૂતિ ધરાવે છે.

ખુલ્લા પત્રમાં કવિઓએ જણાવ્યું હતું કે કેજરીવાલે કુમાર વિશ્વાસના આક્ષેપનો જવાબ આપતી વખતે કવિઓની હાંસી ઉડાવી હતી. કેજરીવાલે કવિઓનું અપમાન કરવાની જગ્યાએ આક્ષેપનો તથ્થોથી જવાબ આપવો જોઇતો હતો. આ પત્રમાં 40 કવિઓએ હસ્તાક્ષર કર્યા છે, જેમાં ગજેન્દ્ર સોલંકી અને દિનેશ રઘુવંશીનો પણ સમાવેશ થાય છે.

તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે કેજરીવાલ પંજાબમાં 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખાલિસ્તાન તરફી ત્રાસવાદીના ઘરે રહ્યાં હતા અને ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટેનો એક બનાવટી પત્ર ઉપજાવી કાઢ્યો હતો. આ પત્ર પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ લખ્યો હોવાનું જણાવ્યું હતું.

કેજરીવાલે કુમાર વિશ્વાસના આ આક્ષેપનો કોમેડી ગણી હસી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એક દિવસ કવિ (વિશ્વાસ)એ એક કવિતા ગાઈ હતી, જેમાં કહ્યુ હતું કે સાત વર્ષ પહેલા કેજરીવાલે મને કહ્યું હતું કે તે દેશના બે ભાગલા પાડશે અને દેશના એક ભાગના વડાપ્રધાન કેજરીવાલ બનશે.