A petition was launched against the BBC documentary demanding an independent investigation
(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતાના રેન્કિંગમાં પાંચ વખત પ્રથમ ક્રમે આવેલા ઇન્દોરમાં એશિયાના સૌથી મોટી સીએનજી ગોબર-ધન (બાયો- CNG) પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે અમે નાના હતા ત્યારે ઇન્દોરના નામ આવતા જ દેવી અહિલ્યાબાઇ હોલ્કર, મહેશ્વર અને તેમના સેવાભાવની યાદ આવતી હતી. સમય સાથે ઇન્દોર બદલાયું હતું, પરંતુ દેવી અહિલ્યા બાઇની પ્રેરણા ક્યારેય ભૂલાઈ નથી. આજે ઇન્દોરનું નામ આવે છે ત્યારે સ્વચ્છતાની વાત થાય છે. હું ઇન્દોરના તમામ સફાઇ કર્મચારીઓને આદરપૂર્વક પ્રણામ કરું છું.

મોદીએ જણાવ્યું હતું કે આ ગોબર ધન પ્લાન્ટથી પશુપાલકોથી થતી પરેશાની પણ દૂર થશે. ગોબર ધન યોજના એટલે કચરામાંથી કંચન બનાવવાનું અભિયાન અને તેની અસર દેખાઈ રહી છે. કચરા અને ગોબરમાંથી ગેસ બનશે. તેનાથી લોકોની આવક પણ વધશે. આ પ્લાન્ટમાં સીએનજી ઉપરાંત દૈનિક 100 ટન કુદરતી ખાતર પણ મળશે. સીએનજીથી પ્રદૂષણ ઘટશે. આપણી ધરતીમાતાને પણ નવું જીવન મળશે.

મોદીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત સીએનજીથી આશરે 400 બસો ચાલશે. સેંકડો યુવાનોને રોજગારી પણ મળશે. આમ તેનાથી ગ્રીન જોબમાં વધારો કરવામાં મદદ મળશે.