કેરળમાં કોરોના મહામારી કોરોના વાઇરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે શુક્રવારે કોરોના વાઇરસથી નવા સંક્રમિતોની સંખ્યા 20 હજારથી વધુ નોંધાઇ છે.
આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 દર્દીઓના મોત થયા છે. અત્યારે કેરળમાં કોરોના સંક્રમણનો દર 13.61 ટકા છે.
રાજ્ય સરકારે કહ્યું કે, કેરળમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 33, 70, 137 થઈ ગઈ છે. તેમાંથી 31, 92, 104 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે 1,60, 824 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 16, 701 લોકો મૃત્યુ પામ્યા છે. સરકારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1, 52, 639 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં ટેસ્ટિંગનો કુલ આંકડા હવે વધીને 2,70,49,431 થઈ ગયો છે.