
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના ગુરુવારે નિધનથી રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરીને અને એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. કેશુબાપાના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સરકારના તમામ મંત્રીઓ ગાંધીનગર આવી પહોંચ્યાં હતા.
હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે, ત્યારે કેશુબાપાના નિધનના સમાચાર આવતા જ બાપાના શોકમાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો












