કેટરિના કૈફ (Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

બોલીવૂડના ટોચના ફિલ્મકારો હવે કેટરિના કૈફને પોતાની ફિલ્મ માટે પસંદ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ કેટરિનાને સંજય લીલા ભણશાલીની ઓફિસ પાસે જોવા મળી હતી. ત્યાર પછી તે ભણશાલીની ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહી છે, તેવી વાતો શરૂ થઇ ગઇ છે.

સંજય લીલા ભણશાલી અત્યારે પોતાની નવી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીને આટોપવામાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ પૂંરુ થઇ ગયું છે અને ફિલ્મ રિલીઝની રાહ જોવાઇ રહી છે. ભણશાલી ટૂંક સમયમાં જ બીજી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલા ભણશાલીની ઓફિસ પાસે દીપિકા પદુકોણ અને કાર્તિક આર્યન પણ જોવા મળ્યા હતા.
સૂત્રો કહે છે કે, તે બન્ને લોકો સંજય સાથે નવી ફિલ્મ સંબંધિત મીટિંગ માટે આવ્યા હતા. જોકે હજી સુધી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થઇ નથી.