પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશન એરપોર્ટ પરથી પ્રાઈવેટ પાર્ટમાં નશીલા પદાર્થો ભરેલી 60 કેપ્સ્યૂલ છુપાવીને આવેલી એક આફ્રિકન મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા 19 ફેબ્રુઆરી 2022એ જયપુર પહોંચી હતી. તપાસ દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રિવન્યૂ ઇન્ટેલિજન્સે મહિલાની ધરપકડ કરી હતી અને તેને સવાઇ માનસિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટ હેરોઈનથી ભરેલી 60 કેપ્સ્યૂલ છુપાવી હતી, જેને કાઢવામાં ડોકટર્સની ટીમને બે દિવસ લાગ્યા હતા. આરોપી મહિલા શનિવારે મોડી રાત્રે લગભગ 3 વાગ્યે શારજાહથી આવતી ફ્લાઈટમાં જયપુર આવી હતી. મહિલાને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે પકડીને એસએમએસ હોસ્પિટલ મોકલી દીધી હતી, જ્યાં ડોકટર્સની ટીમે સર્જરી કરીને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી ડ્રગ્સની કેપ્સ્યૂલ્સ કાઢી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે 31 વર્ષની આરોપી મહિલાનું નામ અમાન હેવેન્સ લોપેઝ છે અને તે આફ્રિકન દેશ યુગાન્ડાની રહેવાસી છે. જનરલ સર્જરી વોર્ડમાં દાખલ આ મહિલા હાલ ડોકટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ છે.