ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઊનની ટીકા કરનારા ફાયનાન્સ વિભાગના પાંચ અધિકારીઓને ગોળીથી ઊડાવી દેવામાં આવ્યા હતા. ડેઇલી નોર્થ કોરિયા અખબારના દાવા પ્રમાણે 2010ના જુલાઇની 30મીએ રાત્રે યોજાએલા ડિનરમાં જ આ પાંચ અધિકારીઓને ઠાર કરાયા હતા. આ પાંચે અધિકારી દેશના કથળી ગયેલા અર્થતંત્રની ચર્ચા કરી રહ્યા હતા. આ પાંચે અધિકારીઓના કુટુંબીજનોને યોડેઓકના એક પોલિટિકલ કેમ્પમાં રવાના કરી દેવામાં આવ્યા હતા.