Tom Cruise will appear at King Charles III's coronation concert
Actor Tom Cruise (Photo by Chris Jackson/Getty Images)

હોલીવુડ સુપરસ્ટાર અને ટોપ ગન એક્ટર ટોમ ક્રૂઝ, પુસીકેટ ડોલ્સની ફ્રન્ટવુમન નિકોલ શ્ચેર્ઝિંગર અને ટબ્બી લિટલ ક્યુબી વિન્ની ધ પૂહ વિન્ડસર કેસલના મેદાનમાં યોજાનાર કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેક કોન્સર્ટમાં હાજરી આપે તેવી શક્યતા છે એમ વેરાયટી મેગેઝીને જણાવ્યું છે. તેઓ કેટી પેરી અને લિયોનેલ રિચીની સાથે જોડાશે.

ક્રૂઝ 1997માં પ્રિન્સેસ ડાયનાના અંતિમ સંસ્કાર વખતે તો પૂહને 2006માં રાણી એલિઝાબેથ IIની 80મી વર્ષગાંઠ માટે બકિંગહામ પેલેસ ખાતે બાળકોની ગાર્ડન પાર્ટીમાં આમંત્રિત કરાયા હતા. ગયા વર્ષે ક્વીન એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીના સન્માનમાં નિકેલો એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડાઉનટન એબી સ્ટાર હ્યુ બોનવિલ કાર્યક્રમનું આયોજન કરશે. તેનું નિર્માણ બીબીસી સ્ટુડિયો દ્વારા કરાશે.

ભારતમાંથી એક માત્ર ભારતીય સેલબ્રિટી અને બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર હાજર રહેશે. તેઓ કોમનવેલ્થ વર્ચ્યુઅલ ક્વાયરનો પરિચય આપશે.

LEAVE A REPLY

19 + 7 =