King Charles III and Queen Camilla (Photo by Chris Jackson/Getty Images)

ગયા મહિને કેન્સરનું નિદાન થયા પછી  75-વર્ષીય કિંગ ચાર્લ્સ III એ પત્ની રાણી કેમિલા સાથે વિન્ડસરમાં સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે પરંપરાગત રીતે ઇસ્ટર સન્ડે સર્વિસમાં હાજરી આપી હતી. દંપતીએ ચેપલની બહાર એકઠા થયેલા ટોળા સમક્ષ હસતા ચહેરે હાથ લહેરાવ્યો હતો. તો વડા પ્રધાન સુનક અને લેબર નેતા સ્ટાર્મરે પોતાના સંદેશ સાથે શુભેચ્છાઓ આપી હતી.

પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટને ગયા અઠવાડિયે પોતાના કેન્સરના નિદાનની જાહેરાત કર્યા પછી આ વર્ષે તેઓ પતિ પ્રિન્સ વિલિયમ સાથે પરંપરાગત સર્વિસમાં જોડાયા ન હતા.

કિંગ ચાર્લ્સની ઇસ્ટર સર્વિસમાં હાજરીનો એ અર્થ નથી કે તેઓ ફૂલ ટાઇમ માટે ફરજો પર પરત આવ્યા છે. તેમની સારવાર હજુ ચાલુ જ છે અને તેમની પુત્રવધૂના કેન્સર નિદાનના વિડિયો પછી બ્રિટિશ જનતાને આશ્વાસન આપવાના પગલા તરીકે તેમની સર્વિસ જોવામાં આવે છે.

કેન્ટરબરીના આર્ચબિશપ રેવરન્ડ જસ્ટિન વેલ્બીએ રવિવારની શરૂઆતમાં કેન્ટરબરી કેથેડ્રલમાં તેમના ઇસ્ટર ઉપદેશમાં જણાવ્યું હતું કે, “અમે તેમના (કેટ) અને રાજા માટે તેમના પ્રતિષ્ઠિત પ્રતિભાવમાં પ્રાર્થના કરીએ છીએ અને અમે તે જ રીતે પીડાતા તમામ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ.”

વડા પ્રધાન ઋષિ સુનકે ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જાહેર કરાયેલા સંદેશમાં જણાવ્યું હતું કે “આ સપ્તાહના અંતે, જ્યારે લોકો ઇસ્ટર તહેવારના કેન્દ્રમાં સંદેશની ઉજવણી કરવા ભેગા થાય છે, ત્યારે હું આ દેશના ખ્રિસ્તીઓના અવિશ્વસનીય કાર્યને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. ચર્ચો, સખાવતી સંસ્થાઓ, સ્વયંસેવકો અને ભંડોળ ઊભુ કરનારાઓ કરુણા, દાન અને આત્મ-બલિદાનના ખ્રિસ્તી મૂલ્યો સાથે જીવે છે, જરૂરિયાતમંદોને ટેકો આપે છે અને ‘તમારા પાડોશીને પ્રેમ’ કરવાનો અર્થ શું છે તે દર્શાવે છે. હું જાણું છું, વિશ્વભરમાં પીડા અને વેદનાથી પીડાતા લોકો અને ખ્રિસ્તીઓ વિશે પણ વિચારતા હશે, જેમની તેમના ધર્મના કારણે સતામણી કરવામાં આવે છે અને મુક્તપણે ઇસ્ટરની ઉજવણી કરવામાં અસમર્થ છે. યુકેમાં આપણામાંના ઘણા લોકો માટે, ઇસ્ટર એ વિરામ અને પ્રતિબિંબિત કરવાની તથા પરિવારો સાથે કિંમતી સમય પસાર કરવાની ક્ષણ છે. હું તમને બધાને ખૂબ જ ખુશ અને શાંતિપૂર્ણ ઇસ્ટરની શુભેચ્છા પાઠવું છું.”

લેબર નેતા સર કાર સ્ટાર્મરે સ્ટાર્મરે લંડનમાં સેન્ટ માર્ટિન-ઇન-ધ-ફીલ્ડ ચર્ચની મુલાકાત દરમિયાન આ વર્ષના અંતમાં આવનારી સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં “નવી શરૂઆત”ની વાત કરતાં કહ્યું હતું કે “ઇસ્ટરની વાર્તા આશા અને નવીકરણની છે, પ્રતિકૂળતાને દૂર કરવાની અને અંધકાર પર પ્રવર્તતા પ્રકાશની છે. જેમ પરિવારો અને મિત્રો રજાની ઉજવણી કરવા ભેગા થાય છે તેમ આપણે આપણા વિચારોને નવી શરૂઆત, આપણું ભવિષ્ય અને કેવી રીતે વસ્તુઓ વધુ સારી રીતે બદલાઈ શકે તે તરફ ફેરવીએ છીએ. આ ઇસ્ટર પર હું યુકે અને તેનાથી આગળના ખ્રિસ્તી સમુદાયનો તેમની ઉદારતા અને કરુણા માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. આશાવાદ અને નવી શરૂઆતના આ સમયે, તેઓ જે કરે છે તેના માટે હું તેમનો આભાર માનું છું.”

LEAVE A REPLY

four + one =