પિન્ક, ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઈક, ઇન્દુ સરકાર, મિશન મંગલ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી અભિનેત્રી કીર્તિ કુલ્હારી એમેઝોન પ્રાઈમની સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ બાદ વધુ એક વેબ-શો કરવાની છે. હોટસ્ટારની સિરીઝ ક્રિમીનલ જસ્ટીસની બીજી સીઝનમાં તે લીડ રોલમાં જોવા મળશે. તિગ્માંશુ ધૂલિયા નિર્દેશિત ક્રિમીનલ જસ્ટીસની પહેલી સીઝનમાં પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસી, રુચા ઇનામદાર, જગત રાવત, અનુપ્રિયા ગોએન્કા, જેકી શ્રોફ જેવા કલાકારો હતા. બીજી સીઝનમાં કીર્તિ કુલ્હારી, પંકજ ત્રિપાઠી, મીતા વશિષ્ઠ, અનુપ્રિયા ગોએન્કા મુખ્ય કલાકારો છે. પહેલી સીઝનમાં કેબ-ડ્રાઈવર પર મર્ડરના આરોપ બાદ તે ગિલ્ટી છે કે નહીં તેની આસપાસ આખી વાર્તા ફરે છે. તો બીજી સીઝનમાં વાર્તા ફીમેલ પોઇન્ટ ઓફ વ્યુથી કહેવામાં આવશે. એક મહિના પોતાના પતિના ત્રાસથી કંટાળીને તેનું ખૂન કરી નાખે છે એ પછી મુશ્કેલ ટ્રાયલ શરુ થાય છે. બીજી સીઝનને અર્જુન મુખરજી અને રમેશ સિપ્પી બનાવી રહ્યા છે.