દક્ષિણ આફ્રિકા સામેની રાંચી ખાતે 30 નવેમ્બરે પ્રથમ વન-ડે મેચમાં 52મી સદી ફટકારીને ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલી એક ફોર્મેટમાં સૌથી વધુ સદી બનાવનારો ખેલાડી બન્યો હતો. કોહલીએ સચિન તેંડુલકરની 51 ટેસ્ટ સદીનો રેકોર્ડ તોડ્યો હતો.
આ એક એવો રેકોર્ડ છે જેને છેલ્લા બે દાયકાથી કોઈએ પડકારવાની હિંમત કરી ન હતી. આ સદી સાથે વિરાટ કોહલીની સદીની સંખ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7,000 થઈ હતી. 36 વર્ષની ઉંમરે બાવમી સદી ફટકારીને કોહલીએ ફરી પુરવાર કર્યું હતું કે,શા માટે તેની સાતત્ય અને શૈલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અજોડ માનવામાં આવે છે.
સચિન તેંડુલકરે વન-ડે ઇન્ટરનેશનલમાં 49 સદી ફટકારેલી છે. જેક્સ કાલિસ અને રિકી પોન્ટિંગે ટેસ્ટમાં અનુક્રમે 45 સદી અને 41 સદી કરેલી છે.














