Photos taken by Prakash Bhalsod © All rights reserved. Prakash Photography www.prakashphotography.com

Photos taken by Prakash Bhalsod © All rights reserved. Prakash Photography www.prakashphotography.com

આગામી સામાન્ય ચૂંટણીઓમાં લેબર પાર્ટી સરકાર બનાવી શકે તેવી શક્યતાઓ સાથે લેબર કન્વેન્શન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સ (LCIO) દ્વારા ભવિષ્યના દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરવા સંસદસભ્યો, બિઝનેસ લીડર્સ, ડિપ્લોમેટ્સ અને સમુદાયના નેતાઓ માટે એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શેડો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેનર (એમપી), શેડો પેમાસ્ટર જનરલ જોનાથન એશવર્થ (એમપી), શેડો મિનિસ્ટર કેથરીન વેસ્ટ (એમપી), તેમજ બિઝનેસ લીડર્સ સહિત રાજ્યના શેડો સેક્રેટરીઓ, મિનિસ્ટર્સ, હાઉસ ઓફ કોમન્સ અને લોર્ડ્સના ઘણા સભ્યોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ભારત તથા બાંગ્લાદેશના હાઈ કમિશનર અને નેપાળના રાજદૂતે વક્તવ્ય આપ્યાં હતાં.

આ ડિનરમાં બ્રિટન-ભારત સંબંધોને મજબૂત બનાવવા અને વેપારથી લઈને વિકાસ સુધીની ચર્ચાઓ કરાઇ હતી. બિઝનેસીસ, સંસદસભ્યો અને ભારતના હાઈ કમિશનરને એકસાથે લાવ્યા બાદ LCIO માને છે કે દ્વિપક્ષીય સંબંધો વિશેની વાતચીતને વિસ્તૃત કરવા માટે આ આગળનું પગલું છે.

LCIO ના અધ્યક્ષ અને સ્ટોકપોર્ટના લેબર એમપી નવેન્દુ મિશ્રાએ જણાવ્યું હતું કે  “તે મહત્વપૂર્ણ છે કે સરકારના સંભવિત પરિવર્તન પહેલા, ભારત, બાંગ્લાદેશ અને નેપાળ સહિત વિવિધ રાષ્ટ્રો સાથે બ્રિટનના સંબંધોના ભાવિ વિશે ચર્ચા કરવામાં આવે. લેબર સરકારમાં, વિશ્વ મંચ પર બ્રિટનની સ્થિતિને પરિવર્તિત કરશે અને દેશ અને વિદેશમાં સારા વેતનવાળી નોકરીઓ આપતા વેપાર કરારોને પ્રોત્સાહન આપશે.

LEAVE A REPLY

five × five =