2001થી બર્મિંગહામ પેરી બારના લેબર સાંસદ ખાલિદ મહમૂદે સરહદ પાર કરીને ઇઝરાયેલ પર હુમલો કરી 1,400થી વધુ લોકોની હત્યા કરનાર હમાસની નિંદા નહિં કરવા બદલ યુકેના ટોચના મુસ્લિમ જૂથ મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન (MCB) ની ટીકા કરી છે.

આ હિંસા અંગેના પ્રતિભાવમાં, MCBએ ગાઝામાં “હિંસાનો તાત્કાલિક અંત લાવવા અને આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન” માટે હાકલ કરી હતી પરંતુ તેમણે હમાસનો ઉલ્લેખ કર્યો ન હતો.

ટાઈમ્સ માટે લખેલા એક લેખમાં મહમૂદે જણાવ્યું હતું કે “હોલોકોસ્ટ પછી યહૂદીઓના આ સૌથી મોટા નરસંહાર પરનું MCBનું નિવેદન “દુઃખપૂર્વક ટૂંકું” પડ્યું છે. જૂથે શરમજનક રીતે અપૂરતું નિવેદન પ્રકાશિત કર્યું હતું. MCB મારું કે મોટાભાગના બ્રિટિશ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતું નથી.

તેમણે યાદ અપાવી હતી કે એક MCB અધિકારીએ એ ઇસ્તંબુલ ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ગાઝા પર યુએન સાથે શસ્ત્રોની નાકાબંધી લાગુ કરતા રોયલ નેવીના કર્મચારીઓ પર હુમલાની ધમકી આપવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે “લેબરે બ્રિટિશ મુસ્લિમો પરના સર્વપક્ષીય સંસદીય જૂથ (APPG) દ્વારા જારી કરાયેલ ઇસ્લામોફોબિયાની વિશાળ વ્યાખ્યાને મૂર્ખતાપૂર્વક સ્વીકારી છે.’’

LEAVE A REPLY

5 − 3 =