વેસ્ટ લંડનના હન્સલોમાં 37 વર્ષની રાજદીપ કૌર અને તેની 13 મહિનાની પુત્રીની પ્રામને  3 ફેબ્રુઆરીના રોજ લગભગ 12:25 કલાકે નોર્થ હાઈડ લેન પર અડફેટમાં લઇને ભાગી છુટેલા BMW X5 કારના ડ્રાઇવર વિશે માહિતી માટે £5,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

રાજદીપ રોડ ક્રોસ કરતી હતી ત્યારે સિલ્વર BMW કારના ડ્રાઇવરે રોંગ સાઇડ કાર હંકારી તેણીને ટક્કર મારી હતી. તે હવામાં ઘણા ફૂટ દૂર  ફેંકાતા તે

ણીને પગ અને પેલ્વિસની ઇજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. તેણીની પુત્રીને સદનસીબે ઉજાઓ થઇ ન હતી.

શ્રીમતી કૌર ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ હવે તેની પુત્રીની સ્વતંત્ર રીતે સંભાળ રાખવામાં અસમર્થ છે. ઘટના સ્થળેથી કારની નંબર પ્લેટો મળી હતી પણ તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

કૃપા કરીને ક્રાઈમસ્ટોપર્સ વેબસાઇટ (Crimestoppers-uk.org) પર અથવા 0800 555 111 પર કૉલ કરવા વિનંતી કરાઇ છે.

LEAVE A REPLY

19 + twenty =