(ANI Photo)

અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામમંદિર સંકુલ સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સાથે તેની પોતાની રીતે ‘આત્મનિર્ભર’ હશે. તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની સુવિધાઓ પણ હશે.

રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. તેમણે અયોધ્યામાં ટ્રસ્ટના કાર્યાલયમાં એક પ્રેઝન્ટેશનમાં મંદિરના ભવ્ય સંકુલનો લેન્ડસ્કેપ પ્લાન (પરિદૃશ્ય યોજના) જારી કર્યો હતો. રામ મંદિર સંકુલના 70 એકરમાંથી પથયેલું છે, જેમાંથી  70 ટકા વિસ્તાર હરિયાળો વિસ્તાર હશે. મંદિર સંકુલ તેની પોતાની રીતે ‘આત્મનિર્ભર’ હશે, કારણ કે તેમાં બે STP, એક WTP અને પાવર હાઉસની એક સમર્પિત લાઇન હશે. મંદિર સંકુલમાં ફાયર બ્રિગેડ પોસ્ટ પણ હશે, જે ભૂગર્ભ જળાશયમાંથી પાણી મેળવી શકશે.

પત્રકારો સમક્ષ લેન્ડસ્કેપ પ્લાન શેર કરતાં તેમણે જણાવ્યું હતું કે ભવ્ય મંદિરમાં 392 સ્તંભો હશે. રામ મંદિર સંકુલમાં વૃદ્ધો, દિવ્યાંગ ભક્તોની સુવિધા માટે પ્રવેશદ્વાર પર લિફ્ટની સુવિધા અને  બે રેમ્પ હશે. અયોધ્યામાં કુબેર ટીલા પર જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

LEAVE A REPLY

two + four =