ડાયમંડના વેપારીઓ તેમના પરિવારના સભ્યો સાથે મંગળવારે સુરતમાં નવા બનેલા સુરત ડાયમંડ બોર્સ (SDB) ખાતે તેમની નવી ઓફિસ માટે 'કુંભ સ્થાપન' સમારોહ કરે છે. (ANI Photo)

સુરત ડાયમંડ બુર્સ (SDB)નો 21 નવેમ્બરથી વિધિવત પ્રારંભ થયો હતો. 135 હીરાના વેપારીઓએ ઔપચારિક રીતે તેમની ઓફિસ ખોલીને વ્યવસાય શરૂ કર્યો હતો. આ 135માંથી 26 વેપારીઓ મુંબઈના છે, જેઓ કાયમી ધોરણે SDBમાં શિફ્ટ થયાં છે.

આ વર્ષે દશેરાના શુભદિને લગભગ 953 વેપારીઓએ કુંભસ્થાપન વિધિ કરી હતી અને આ પછીથી દરરોજ 20 વેપારીઓએ વિધિઓ કરી છે. આની સાથે સુરતમાંથી કામકાજ કરતાં કુલ વેપારીઓની સંખ્યા વધીને 1500 પર પહોંચી ગઈ છે.

SDB મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાએ જણાવ્યું કે મંગળવારે કામગીરી શરૂ થાય તે પહેલાં, સોમવારે SBI શાખા ખોલવામાં આવી હતી. અમે આશા રાખીએ છીએ કે 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે પહેલાં વધુ વેપારીઓ SDBમાં તેમની ઓફિસો ખોલશે.26 જેટલા વેપારીઓએ મુંબઈમાં તેમની ઓફિસ કાયમી ધોરણે બંધ કરી દીધી છે અને SDBમાં શિફ્ટ થઈ ગયા છે. અમે આશા રાખીએ છીએ કે મુંબઈના વધુ વેપારીઓ ટૂંક સમયમાં આ સુવિધામાં જોડાશે.

 

LEAVE A REPLY

6 − 4 =